સારવાર દરમ્યાન પહેલા પ્રોજેક્ટમાં હિનાએ જખમ છુપાવવા વીગ પહેરી.
ટીવીની વિખ્યાત અભિનેત્રી હિના ખાનને ત્રીજા તબક્કાના બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું છે. ગંભીર રોગના નિદાન છતાં હિના સકારાત્મક અભિગમ જાળવવા અને પોતાની વ્યાવસાયિક જવાબદારી નિભાવવા પ્રતિબદ્ધ છે. તેણે કામ પર પાછા વળી હોવાનું દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેમાં તેણે સારવારના જખમ છુપાવવા વીગ પહેરી હતી.પડકારો વચ્ચે પણ જવાબદારી નિભાવવાના મહત્વ પર ભાર મુકતા હિનાએ તેના ચાહકોને મુશ્કેલ સમયમાં પણ દૈનિક પ્રવૃત્તિમાં આનંદ અને હેતુ ખોળી કાઢવાની પ્રેરણા આપી હતી.
પોતાની હૃદયસ્પર્શી પોસ્ટમાં હિનાએ જણાવ્યું કામ પ્રત્યેનો તેનો પ્રેમ જ તેનો ઉત્સાહ વધારે છે. હિનાએ સારવાર લઈ રહેલા અન્ય લોકો સાથે તેની મુલાકાતના અનુભવો પણ શેર કર્યા હતા જેનાથી તેને આ બીમારી સામે લડવામાં સકારાત્મક અભિગમ કેળવવામાં સહાય મળી.આ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં રહેવું જરૂરી ન હોવાનું જણાવીને હિનાએ અન્યોને આવા સમયે પણ ખુશી અને સંતોષ મળે તેવી પ્રવૃત્તિ ચાલુ રાખવાની સલાહ આપી હતી.જખમ થયા છે પણ ભયભીત નથી થઈ જેવા હેશટેગથી હિનાએ તેના ચાહકોને મજબૂત રહીને તેમની ધગશ દ્વારા રિકવર થવાની પ્રેરણા આપી હતી.ગયા મહિને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કસૌટી ઝિંદકી કેમાં પોતાના રોલ માટે પ્રસિદ્ધ હિનાએ પોતાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હોવાની જાહેરાત કરી હતી.