કોર્પોરેટ પરિણામોની જૂનના અંતની સીઝન શરૂ થતાં પૂર્વે અને કેન્દ્રિય બજેટ પ્રોત્સાહક રહેવાના અંદાજો છતાં કેટલીક જોગવાઈ બજારમાં બજેટ બાદ મોટું કરેકશન લાવી શકે છે એવી અટકળોને લઈ આજે ફંડો, મહારથીઓએ સાવચેતીમાં ઉછાળે શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ફંડોએ ખાસ ઓટોમોબાઈલ ફ્રન્ટલાઈન શેરો તેમ જ મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો અને બેંકિંગ શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશીયા મુલાકાતમાં ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટો સહિતના કરારોના અહેવાલોની પોઝિટીવ અસર બાદ આજે ફંડોએ પાવર શેરોમાં પસંદગીની ખરીદી કર્યા સામે કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. સેન્સેક્સ ૪૨૬.૮૭ પોઈન્ટ ગબડીને ૭૯૯૨૪.૭૭ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૦૮.૭૫ પોઈન્ટ ઘટીને ૨૪૩૨૪.૪૫ બંધ રહ્યો હતો.ઓટો ઈન્ડેક્સ ૯૭૧ પોઈન્ટ ગબડયો : મહિન્દ્રા રૂ.૧૯૪ તૂટયો : ટયુબ રૂ.૧૩૬, કમિન્સ રૂ.૫૨ વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૭૧.૦૪ પોઈન્ટ તૂટીને ૫૭૭૩૫.૩૮ બંધ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા એસયુવી સેગ્મેન્ટમાં હરીફાઈ તીવ્ર બનવા સાથે એક્યુવી ૭૦૦ એએક્સ૭ની કિંમતમાં ઘટાડો કરતાં નેગેટીવ અસરે શેરમાં ફંડોએ તેજીનો વેપાર હળવો કરતાં શેરનો ભાવ રૂ.૧૯૩.૭૦ તૂટીને રૂ.૨૭૩૨.૧૦, અપોલો ટાયર રૂ.૭.૯૦ ઘટીને રૂ.૫૨૯.૦૫, હીરો મોટોકોર્પ રૂ.૭૨.૮૦ ઘટીને રૂ.૫૫૧૪.૭૫, ટાટા મોટર્સ રૂ.૯.૩૦ ઘટીને રૂ.૧૦૦૫.૪૫, બોશ રૂ.૨૩૪.૩૫ ઘટીને રૂ.૩૫,૩૮૯.૯૫ રહ્યા હતા. ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૩૬.૨૫ વધીને રૂ.૪૫૨૪.૭૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૫૧.૮૦ ઉછળીને રૂ.૪૦૩૮, સુંદરમ રૂ.૫.૬૫ વધીને રૂ.૧૩૯૫.૪૫, આઈશર મોટર્સ રૂ.૮ વધીને રૂ.૪૮૩૫ રહ્યા હતા.
મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેઈલ, એનએમડીસી, ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટેનલેસ, હિન્દાલ્કો ઘટયા મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું સતત પ્રોફિટ બુકિંગ થતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૩૪.૪૪ પોઈન્ટ ઘટીને ૩૨૯૪૭.૯૦ બંધ રહ્યો હતો. સેઈલ રૂ.૪.૯૫ ઘટીને રૂ.૧૫૦.૯૦, એનએમડીસી રૂ.૫.૯૫ ઘટીને રૂ.૨૪૫.૨૦, ટાટા સ્ટીલ રૂ.૩.૮૦ ઘટીને રૂ.૧૬૮, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૬.૩૫ ઘટીને રૂ.૭૯૪.૫૦, હિન્દાલ્કો રૂ.૧૪.૧૫ ઘટીને રૂ.૬૯૩.૦૫, જિન્દાલ સ્ટીલ રૂ.૯.૫૫ ઘટીને રૂ.૧૦૧૧.૯૦ રહ્યા હતા.બેંકેક્સ ૩૮૮ પોઈન્ટ ઘટયો : સ્ટેટ બેંક, બંધન બેંક, આઈઆઈએફએલ ફાઈ., એમસીએક્સ ઘટયા
બેંકિંગ શેરોમાં પણ આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૮૭.૬૭ પોઈન્ટ ઘટીને ૫૯૯૧૬.૩૩ બંધ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૧.૮૫ ઘટીને રૂ.૮૪૯.૧૦, બેંક ઓફ બરોડા રૂ.૫.૨૦ ઘટીને રૂ.૨૫૬.૫૫, કેનેરા બેંક રૂ.૧.૩૦ ઘટીને રૂ.૧૧૪.૭૦, એચડીએફસી બેંક રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૧૬૨૬.૨૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૭.૯૫ ઘટીને રૂ.૧૪૨૬.૧૦ રહ્યા હતા. આ સાથે એસજી ફિનસર્વ રૂ.૧૮.૪૦ ઘટીને રૂ.૩૪૧.૧૦, બંધન બેંક રૂ.૮.૩૫ ઘટીને રૂ.૧૯૨.૪૦, એમસીએક્સ ઈન્ડિયા રૂ.૧૪૬.૩૫ ઘટીને રૂ.૩૭૨૭.૩૫, આઈઆઈએફએલ ફાઈનાન્સ રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૪૮૪, ટુરિઝમ ફાઈનાન્સ રૂ.૬.૩૦ ઘટીને રૂ.૧૯૭.૨૦ રહ્યા હતા.ફાઈઝર રૂ.૩૧૧ ઉછળી રૂ.૫૦૧૬ : ફોર્ટિસ હેલ્થ, મેનકાઈન્ડ ફાર્મા, સિન્જેન ઈન્ટર., સિગાચીમાં આકર્ષણ
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે પસંદગીની ખરીદી રહી હતી. ફાઈઝર રૂ.૩૧૦.૮૦ ઉછળીને રૂ.૫૦૧૬.૩૦, સિગાચી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧.૯૮ વધીને રૂ.૬૨.૬૯, સિન્જેન ઈન્ટરનેશનલ રૂ.૨૧.૮૫ વધીને રૂ.૭૪૬, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૧૩.૬૦ વધીને રૂ.૪૬૮.૬૫, મેનકાઈન્ડ ફાર્મા રૂ.૪૭.૯૦ વધીને રૂ.૨૧૫૧.૯૦, દિવીઝ લેબ રૂ.૬૬.૦૫ વધીને રૂ.૪૬૨૦.૫૫, ગ્લેનમાર્ક રૂ.૧૯.૫૫ વધીને રૂ.૧૩૭૯.૪૦, નોવાર્ટિસ ઈન્ડિયા રૂ.૧૫.૨૦ વધીને રૂ.૧૧૬૦ રહ્યા હતા.સ્મોલ, મિડ કેપ શેરોમાં લોકલ ફંડો, એચએનઆઈનું પ્રોફિટ બુકિંગ : ૨૫૭૬ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટીના વિક્રમી લેવલે સેન્સેક્સ, નિફટી બેઝડ ઓવરબોટ પોઝિશન હળવી થવાની સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લોકલ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૬૩ અને ઘટનારની સંખ્યા ૨૫૭૬ રહી હતી.એઆઈ શેરોમાં પ્રોફિટ બુકિંગના સિટીના સંકેતે આઈટી શેરોમાં વેચવાલી : નેટવેબ, એક્સિસકેડ, સાસ્કેન ઘટયાઆઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં જૂન ૨૦૨૪ના અંતના ત્રિમાસિક પરિણામની ટીસીએસથી શરૂઆત પૂર્વે પ્રોફિટ બુકિંગ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ કંપનીઓના શેરોમાં પ્રોફિટ બુકિંગનો સમય આવી ગયો હોવાના સિટીના રિપોર્ટે આજે ફંડો વેચવાલ રહ્યા હતા. નેટવેબ રૂ.૯૩.૧૫ ઘટીને રૂ.૨૫૬૯.૫૫, એક્સિસકેડ્સ ટેકનોલોજી રૂ.૧૯.૯૫ ઘટીને રૂ.૫૭૨.૪૦, સાસ્કેન ટેકનોલોજી રૂ.૫૪.૨૦ ઘટીને રૂ.૧૭૪૬.૧૫, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૧૩.૨૦ ઘટીને રૂ.૫૧૫, ટીસીએસ રૂ.૮૧.૮૦ ઘટીને રૂ.૩૯૦૯.૯૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૪.૨૦ ઘટીને રૂ.૧૫૦૬.૬૫, પર્સિસ્ટન્ટ રૂ.૭૫.૫૫ ઘટીને રૂ.૪૫૬૦.૭૫, બિરલાસોફ્ટ રૂ.૧૧.૫૫ ઘટીને રૂ.૬૯૧.૮૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૭૯.૯૦ પોઈન્ટ ઘટીને ૩૮૧૨૦ બંધ રહ્યો હતો.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૨૨ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૦.૦૫ લાખ કરોડશેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને બ્રેક સાથે ઘણા શેરોમાં વેચવાલી નીકળતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૨૨ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૦.૦૫ લાખ કરોડ રહ્યું હતું.FPIs/FIIની કેશમાં શેરોમાં રૂ.૫૮૪ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૦૮૨ કરોડની ચોખ્ખી ખરીદીફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશમાં શેરોમાં રૂ.૫૮૩.૯૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૭,૪૬૪.૨૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૮૮૦.૨૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૦૮૨.૪૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૧૫૨.૮૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૦૭૦.૪૫ કરોડની વેચવાલી થઈ હતી.