આદિત્ય ધર આ ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મમાં સંજય દત્ત, માધવન, અર્જુન રામપાલ સહિતના કલાકારોનો કાફલો હશે.
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાની પણ એન્ટ્રી થઈ છે. આદિત્ય ધર દ્વારા બનાવાઈ રહેલી આ ફિલ્મમાં સંજય દત્ત, આર. માધવન તથા અર્જુન રામપાલ પણ કામ કરી રહ્યા હોવાના અહેવાલો બાદ હવે અક્ષય ખન્નાને પણ સાઈન કરાયાની ચર્ચા છે. ફિલ્મમાં રણવીર ભારતીય જાસૂસી ે એજન્સીના ઓફિસરના રોલમાં હશે જ્યારે સંજય દત્ત વિલનની ભૂમિકા ભજવવાનો છે. ફિલ્મનું શૂટિંગ આગામી ઓગસ્ટથી શરુ થશે. શરુઆતમાં વિદેશમાં શૂટિંગ બાદ ભારતમાં તેનું શૂટિંગ શિડયૂલ ગોઠવાશે. આદિત્ય ધરે અગાઉ ભારતીય સૈન્યનાં ઓપરેશન પર ‘ઉરી’ ફિલ્મ બનાવી હતી.
જોકે, આ ફિલ્મ હિટ થવા છતાં તે પછી તેનો કોઈ પ્રોજેક્ટ અમલી બની શક્યો નથી. છેલ્લે તેણે વિકી કૌશલને લઈ અશ્વત્થામા બનાવવાનું વિચાર્યું હતું પરંતુ બજેટના વાંકે આ ફિલ્મ અટકી પડી હતી