વિચાર-દૃષ્ટિ

વિનમ્ર બનો, નિરહંકારી બનો. પોતાની જાતને મોટો ગણવાની ચેષ્ટા ન કરો. વિનમ્રતા અને નિરભિમાનતા જ તમને મોટા બનાવશે. નિર્મળ દ્રષ્ટિ રાખો. કોઈનાં દોષો જોવા એ બહુ જ મોટો દુર્ગુણ છે.એક વિચાર પૂરો થાય અને બીજો વિચાર આપણા મનમાં શરૂ થાય. આ બે વિચાર વચ્ચેની જગ્યા જેટલી પહોળી કરી શકો એટલા તમે વધારે સ્વસ્થ છો. આપણા વિચારો એક પછી બીજો એમ ઉપરા-ઉપરી ચાલ્યા જ કરે છે. સતત આપણુ મગજ વિચારો કર્યા કરે છે. હજી એક પૂરો થાય કે બીજો વિચાર શરૂ થાય છે. એ પૂરો થાય ત્યાં જ બીજો આમ વિચારો ચાલ્યા જ કરે છે. આ વિચારો એક બીજાને ઓવરટેક કરે છે.

કોઈ જગ્યાએ કથા હોય, પ્રવચન હોય, કોઈ ધાર્મિક કાર્ય હોય, સત્સંગ હોય તો આપણે એમ કહીએ છે કે પ્રવૃત્તિ બહુ સારી છે. સમય મળશે તો જોઈશું આ અડધી પ્રમાણિકતા છે. બીજી બાજુ કબુલાત છે કે ”પ્રવૃત્તિ બહુ સારી છે છતા સમય મળશે તો જોઈશું” આપણને સમય મળે નહિ એવી જે વાત છે તે અડધી પ્રમાણિકતા છે.જીવનમાં બનતા બનાવો તેના તેજ રહે છે અને પરિસ્થિતિ તેની તે પણ પરિસ્થિતિને જોવાની દ્રષ્ટિ બદલાતી રહે છે. નિશાળનાં એક વર્ગમાં ચાલીસ વિદ્યાર્થીઓ ભણે એક વિદ્યાર્થીનો નંબર વીસમો છે. તે રહે છે, કારણ કે તેની આગળ ઓગણીસ જણાના નંબર છે. તેને તેનું દુ:ખ છે. પરંતુ એક બીજો એકવીસ નંબર વાળો વિદ્યાર્થી ખુશ છે, કારણ કે તેની પાછળ બેસનારા બીજા ઓગણીસ છે, એકવીસ નંબરનો વિદ્યાર્થી પચ્ચીસમાં નંબરે પાસ થયો છે એ ખુશ થઈને મિત્રોને પાર્ટી આપે છે. કારણ કે એ વિચારે છે કે હું કયા નાપાસ થયો છું ! તેને પાસ થવાનો  આનંદ છે, નંબરો ગણે એ નારાજ જે સ્થિતિ હોય તેમા આનંદ માને તે સદાય ખુશ. બાબત એક જ પણ વિચાર-દ્રષ્ટિ જુદી-જુદી છે. ક્યાંય કોઈના ચિત્તને કે શાંત વાતાવરણને અશાંત કરવાનો આપણને કોઈ અધિકાર નથી. વિનમ્ર બનો, નિરહંકારી બનો. પોતાની જાતને મોટો ગણવાની ચેષ્ટા ન કરો. વિનમ્રતા અને નિરભિમાનતા જ તમને મોટા બનાવશે. નિર્મળ દ્રષ્ટિ રાખો. કોઈનાં દોષો જોવા એ બહુ જ મોટો દુર્ગુણ છે. તમારા મનના તમેજ માલિક બનો અંતે લક્ષ્ય એ જ છે માનવી સ્વસ્થ બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *