નવ્યાના ભાઇ અગસ્ત્યએ ધ આર્ચીઝમાં કામ કરેલું.
વોટ ધ હેલ નવ્યા! નામના પોડકાસ્ટ શોથી જાણીતી બનેલી શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની પુત્રી અને અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલીની બોલીવૂડમાં પ્રવેશવાની તમામ અટકળો પર તેની માતાએ પૂર્ણ વિરામ મુકી દીધું છે. બેસ્ટ ફિમેલ પોડકાસ્ટર્સ એવોર્ડ જીતનાર નવ્યા વતી આ એવોર્ડ લેવા આવેલી શ્વેતાએ જણાવ્યું હતું કે નવ્યા પાસે હાલ ખૂબ કામ છે અને તે ખૂબ વ્યસ્ત છે. મને નથી લાગતું કે તે બોલીવૂડના માર્ગે જાય. નવ્યાએ હમેંશા તેને બિઝનેસમાં રસ હોવાનું વલણ જાળવી રાખ્યું છે. ગયા વર્ષે ધ આર્ચીઝમાં નવ્યાના ભાઇ અગસ્ત્ય નંદાએ કામ કરતાં એવી અટકળો ચાલી હતી કે ભાઇને પગલે પગલે બહેન નવ્યા પણ વહેલી મોડી બોલિવૂડમાં કામ કરશે. શ્વેતાએ નવ્યા વતી એવોર્ડ સ્વીકારતાં જણાવ્યું હતું કે હું મારી પુત્રીનું પ્રતિનિધિત્વ કરવા આવી છું અને મને તેની પ્રતિભાનો ગર્વ છે. તેના વતી મને એવોર્ડ સ્વીકારતાં રોમાંચની લાગણી થાય છે. અગાઉ નવ્યા પણ જણાવી ચૂકી છે કે તે એક બિઝનેસ ફેમિલિમાંથી આવે છે અને તેને શો બિઝનેસ કરતાં રિયલ બિઝનેસમાં વધારે રસ છે.