કોહલી જેવું મારી સાથે થયું હોત તો હું મેદાન પર ફરક્યો પણ ન હોત.

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઝડપી બોલર ઈશાંત શર્મા એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે. આ વાત બંને ઘણી વખત કહી પણ ચૂક્યા છે અને હોય પણ કેમ નહીં બંનેએ એકસાથે દિલ્હી માટે લાંબા સમય સુધી ક્રિકેટ પણ રમી છે. ઈશાંત શર્માએ કિંગ કોહલીના જીવનને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. ઈશાંતે કોહલીના વખાણ કરતા કહ્યુ કે તેમની ડિક્શનરીમાં આશા જેવો કોઈ શબ્દ નથી. તેઓ માત્ર વિશ્વાસ પર જીવે છે અને તેમનું માનવુ છે કે વિશ્વાસ હોય તો દુનિયામાં કંઈ પણ અસંભવ નથી. વિરાટ કોહલી પણ આ વાતને ઘણી વખત કહી ચૂક્યા છે. ટી20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનને હરાવ્યા બાદ પણ તેમણે આ વાત કહી હતી. આ સાથે જ ઈશાંત શર્માએ કહ્યુ કે કોહલી જેવું મારી સાથે થયું હોત તો હું મેદાન પર ફરક્યો પણ ન હોત.

ઈશાંતે જણાવ્યુ કે વિરાટ કોહલીના પિતાનું જે દિવસે અવસાન થયુ. તેઓ એકલા અને ખૂબ જ ઉદાસ જોવા મળી રહ્યા હતા. વિરાટ એ પણ નહોતા જાણતા કે તેમને કેવી રીતે રિએક્ટ કરવાનું છે. તેમ છતાં વિરાટે ન માત્ર બેટિંગ પરંતુ 17 વર્ષની ઉંમરે મેચ પણ જીતાડી. 

ત્રણેય ફોર્મેટમાં શાનદાર રેકોર્ડ

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલીનો શાનદાર રેકોર્ડ છે. વિરાટ અત્યાર સુધીમાં ભારત માટે 109 ટેસ્ટમાં 8479 રન, 274 વનડેમાં 12898 અને 115 અને ટી20 ઈન્ટરનેશનલ 4008 રન બનાવી ચૂક્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેમના નામે કુલ 75 સદી છે.