PM મોદીનો કાલનો રોડ શો કેન્સલ હવે માત્ર આ જ કાર્યક્રમ કરશે.

ભોપાલમાં આવતીકાલે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો વરસાદની સંભાવનાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ રોડ શો 500 મીટરનો હતો. પીએમ મોદીના હવે ભોપાલમાં માત્ર બે જ કાર્યક્રમ થશે. પ્રથમ બે વંદે ભારત ટ્રેનને રાણી કમલાપતિ સ્ટેશનથી લીલીઝંડી બતાવશે. જ્યારે બીજો મોતીલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે બૂથ સ્તરના મુખ્ય કાર્યકરોનું સંમેલન યોજાશે. ત્યારબાદ મોદી શહડોલ જશે. જ્યાં તેઓ સભાને સંબોધશે.

અગાઉ પણ રોડ શો રદ થયો હતો 

પીએમઓએ અગાઉ પણ તેમનો રોડ શો રદ કર્યો હતો. બીજી વખત રોડ શો રાજભવનથી પોલીસ કંટ્રોલ રૂમ સુધી યોજાવાનો હતો. વડાપ્રધાન મોદીએ અગાઉ એપ્રિલ મહિનામાં મધ્યપ્રદેશની મુલાકાત લીધી હતી. મોદી મહિનાના પહેલા સપ્તાહમાં રાજધાની ભોપાલ પહોંચ્યા હતા. આ દરમિયાન કુશાભાઉ ઠાકરે કન્વેન્શન સેન્ટરથી આરકેએમપી સ્ટેશન સુધી તેમનો રોડ શો પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. જોકે કાર્યક્રમમાં અચાનક ફેરફાર થયો હતો. જે બાદ રોડ શો રદ કરાયો હતો.