બકરા વાડીમાં મશ્કરી કરવાના મુદ્દે બે ભાઈઓ પર પાઈપથી હુમલો.

બકરા વાડીમાં મશ્કરી કરવાના મુદ્દે બે પિતરાઈ ભાઈ પર પાઇપ વડે હુમલો કરી બીજા પહોંચાડવામાં આવી હતી જે અંગે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બકરાવાડી ઝવેરી વાસમાં રહેતો નિલેશ જગદીશભાઈ પરમાર ડ્રાઇવિંગ કરે છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત ૨૩મી તારીખે હું તથા મારા કાકા નો છોકરો વિરેન સતિષભાઈ પરમાર રાત્રે 11:00 વાગ્યે બકરાવાડી બળિયા દેવના મંદિર પાસે બેઠા હતા તે સમયે રવિ ઉર્ફે વિલિયમ પ્રવીણભાઈ પરમાર તથા તેની પત્ની ધર્મિષ્ઠા ત્યાંથી પસાર થતા હતા તે વખતે કોઈએ રવિ વિલિયમ ને બોડિયો તથા બડકો કરીને બૂમ પાડી હતી. અમે ત્યાં બેઠા હોવાથી રવિ અને તેની પત્નીને લાગેલ કે અમે બૂમો પાડી છે જેથી રવી એ અમને ગાળો બોલી કહ્યું હતું કે તમને મારી મશ્કરી કેમ કરો છો તે સમયે દીપેશ્વરી અડિયલ તથા રવિ મકવાણા તથા સાહિલ અડિયલ દોડી આવ્યા હતા અને રવિ ઉર્ફે વિલિયમનું પ્રાણ લઈને મારી સાથે ઝપાઝપી કરી મારા મારી કરતા હતા દીપેશ અડીયલ ક્યાંથી પાઇપ લઈને આવી મારા માથાના ભાગ ઇજા પહોંચાડી હતી. તથા મારા કાકાના છોકરા વિરેનને સાહિલે માથાના પાછળના ભાગે પાઇપ મારી દીધી હતી.