દહેજ ના મળતા પરિણીતાને ઘરમાંથી કાઢી મુકયા

દહેજની માંગણી પૂરી નહીં થતા પરણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકનાર સાસરિયાંઓ સામે મહિલા પોલીસ એ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા રોડ પર રહેતી પરણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા લગ્ન નવેમ્બર 2021 માં શ્રેયાક રાજેશભાઈ પટેલ સાથે થયા હતા ત્યારબાદ હું મારી સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેવા માટે ગઈ હતી મારી સાસરીમાં મને ત્રણ મહિના સુધી સારી રીતે રાખી હતી. ત્યારબાદ મારા પતિ સાસુ નાની નાની બાબતે ઝઘડો કરી મને ત્રાસ આપતા હતા મારા દાગીના પણ તેમને લઈ લીધા હતા.

મારા પતિને જણાવતા તેઓ મને કહેતા હતા કે આ તો બધું સહન કરવું પડશે તારે ધીરે ધીરે એની આદત પાડવી પડશે મારા સાસુ અવારનવાર દહેજ બાબતે મને મહિલા ટોણા મારતા હતા. લગ્નના બે મહિના બાદ મારા પતિ અને મારા સાસુએ મને કહ્યું હતું કે આપણે કાર લેવાની છે એટલે તારા પિતાના ઘરેથી પાંચ લાખ રૂપિયા લઈને આવ નહિતર તારા પિતાના ઘરે જ રહેજે તેઓ મને અવારનવાર ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતા હતા. પરંતુ હું સંસાર બચાવવા માટે મૂંગા મોઢે ત્રાસ સહન કરતી હતી ગત 24મી માર્ચે મારા પતિ તથા મારા સાસુએ ઝઘડો કરી માર મારી મને ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારબાદ હું મારા માતા-પિતાના ઘરે રહું છું. મારા માતા પિતાએ સમાધાનના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મારી સાસરીવાળા મને સાથે રાખવા માટે તૈયાર નથી અને વારંવાર છૂટાછેડા ની માગણી કરી હેરાન કરે છે.