ઓલ ઈન્ડિયા એસોસિએશન ઓફ સેન્ટ્રલ ટેક્સ ગેઝેટેડ ઓફિસર્સ એસોસિએશનની એસોસિયેટ એક્ઝિક્યુટિંગ મીટીંગમાં સુપ્રીન્ટેન્ડન્ટસ માંથી આસિસ્ટન્ટ કમિશનરોના પ્રમોશન માટે કમિટીની કામગીરીમાં ઝડપ પર લાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. સમગ્ર દેશમા 600 થી વધુ ના પ્રમોશન થવાના હજી બાકી છે. જોકે તે માટે હાલ થઈ રહેલી કામગીરી વધુ ગતિશીલ કરવા  માંગ થઈ છે, તેનું કારણ આપતા અગ્રણીએ જણાવ્યું હતું કે દર મહિને પ્રમોશન વિના સુપ્રિન્ટેન્ડેન્સ નિવૃત્ત થઈ રહ્યા છે .આ ઉપરાંત પગારનો મુદ્દો પેચીદો છે. સીબીઆઇના ઇન્સ્પેક્ટરનો અને જીએસટીના અધિકારીઓ નો હોદ્દો સરખો હોવા છતાં સીબીઆઇના ઇન્સ્પેક્ટરને વેતન વધુ મળે છે સ્ટેટ જીએસટીમાં પણ વધુ વેતન ચુકવાય છે .કેડર રિસ્ટ્રક્ચરિંગની પણ આવશ્યકતા છે. તેના પર જલ્દી કામ કરવા તેમજ વડોદરાની જેમ સુરતમાં પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ હેઠળ ડિસ્પેન્સરી બનાવવાની જરૂર છે. જ્યાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓ દર મહિને આરોગ્ય લક્ષી સેવાનો લાભ લઇ શકે. સુરત ખાતે મળેલી મિટિંગમાં ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ એમ. લોગનાથન, સેક્રેટરી જનરલ હરપાલસિંહ તથા બીજા હોદ્દેદારો ઉપરાંત 10 આસિસ્ટન્ટ કમિશનર તેમજ 60 સુપ્રિન્ટેન્ડન્સ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં માંગણીઓ જલ્દી પરિપૂર્ણ કરવા અને વર્ક અંગેના  ઠરાવ પારિત કરાયા હતા, તેમ એસોસીએશનના અગ્રણીઓએ  જણાવ્યું હતું.

By admin