ફરી IndiGoની ફ્લાઇમાં ટેક્નિકલ ખામી સર્જાઈ.

વિમાનોમાં ખામીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ઈન્ડિગોની દિલ્હી-દેહરાદૂન ફ્લાઈટનું એન્જિન ફેલ થવાને કારણે દિલ્હી આઈજીઆઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 

મળતી માહિતી પ્રમાણે આ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગોની ફ્લાઈટે 21 જૂને દિલ્હીથી ઉત્તરાખંડના દેહરાદૂન માટે ટેકઓફ કર્યું હતું, પરંતુ થોડા સમય બાદ ફ્લાઈટ પાછી ફરી હતી.

ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ફ્લાઇટ (દિલ્હીથી દેહરાદૂન) ટેક્નિકલ ખામીના કારણે દિલ્હી પરત ફરી હતી. પાયલોટે પ્રક્રિયા મુજબ ATCને જાણ કરી અને પ્રાયોરિટી લેન્ડિંગ માટે વિનંતી કરી હતી. જો કે, પ્લેન સુરક્ષિત રીતે દિલ્હીમાં લેન્ડ થયું હતું. વિમાનોમાં ખામીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ જ મહિનામાં ઈન્ડિગોની બીજી ફ્લાઈટની ઉડાન બાદ તરત જ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.