થાણેની કંપનીનાં ખાતાં હેક કરી 25 કરોડની ઉચાપત.

થાણેમાં કન્સલ્ટન્સી ફર્મની કોમ્પ્યુટર સિસ્ટમ કથિત રીતે હેક કરવા અને રૃા. ૨૫ કરોડની ઉચાપત કરવા બદલ અજાણી વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.

ફરિયાદના આધારે શ્રીનગર પોલીસ સ્ટેશનના અજાણ્યા હેકર્સ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એકટ સંબંધિત કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડતી કંપનીના કોમ્પ્યુટર સિસ્ટમને ૧૪થી ૨૨ એપ્રિલની વચ્ચે હેક કરવામાં આવી હતી. હેકર્સે કંપનીના ખાતામાંથી કથિત રીતે રૃા. ૨૫ કરોડ ઉપાડી લીધા હતા આ બાબતની તપાસ ચાલી રહી છે, એમ પોલીસે વધુમાં કહ્યું હતું.