પોરબંદર તા.૧, પોરબંદર ખાતે સરકાર દ્રારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે બનાવેલ ૨૪૪૮ આવાસો પૈકી આજ રોજ બીજા તબક્કાનો ૧૯૮ આવાસોનો ઓનલાઇન ડ્રો કરાયો હતો. પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક તથા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની ઉપસ્થિતિમાં પોરબંદર નગરપાલિકા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આવતી કાલે ગાંધી જયંતિ નિમિતે બોખીરા મહેર સમાજ ખાતે યોજાનાર કાર્યક્રમમાં આ તમામ લાભાર્થીઓને એલોટમેન્ટ પત્ર તથા આવાસની ચાવી સોપવામાં આવશે.