છાયાં આમ આદમી પાર્ટીએ પત્ર લખી પાલિકા પર ઠાલવ્યો રોષ

છાયા પોસ્ટ ઓફીસ સામે આવેલ પે એન્ડ યુઝડ સુલભ શૌચાલય  સૌરાષ્ટ્ર કેમિકલસ નીરમાં ગ્રુપ સૌજન્યથી બનાવવામાં આવેલ છે, આ પે એન્ડ યુઝડ સુલભ શૌચાલય ઘણા સમય થયા બંધ હાલતમાં છે. છાયાપ્લોટથી દેવજીચોક સુધી ફક્ત આજ પે એન્ડ યુઝડ સુલભ શૌચાલય બનાવવામાં આવેલ છે. પે એન્ડ યુઝડ સુલભ શૌચાલય સામે પોસ્ટ ઓફીસ આવેલ છે જ્યાં અનેક માણસો સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી અવર જવર કરે છે જેમાં વધુ માત્રામાં મહિલાઓનો સમાવેશ થાય છે કે જેઓ વિધવા સહાય મેળવવા તેમજ બચત જમા કરવા માટે આવતી મહિલાઓ તેમજ અનેક પ્રકારની પ્રવૃત્તિ માટે પોસ્ટ ઓફીસમાં મહિલાઓ આવતી હોય છે. અને પુરુષો પણ એટલાજ આવતા હોય છે. જ્યાં મહિલાઓ માટે જાહેર સુલભ શૌચાલય કોઈપણ જાતની વ્યવસ્થા છે જ નહી. નજીકમાં પોલીસ સ્ટેશન, સ્કુલ, ૨૪ કલાકની હોસ્પિટલ તેમજ અનેક જાહેર જગ્યાઓ છે કે તે વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળે છે. જે પે એન્ડ યુઝડ સુલભ શૌચાલય તેમાં ફક્ત જાહેર મુતરડી જ છે જે ખુબજ ખસતા હાલતમાં છે. જેનો પોરબંદર નગર પાલિકા દ્વારા યોગ્ય સંચાલન ના સોપવામાં આવતા પ્રજાના રૂપિયા વેડફાઈ રહ્યા છે અને તેમનો સદુપયોગ થઇ રહ્યો નથી. આપશ્રીને નમ્ર અરજ છે કે તાત્કાલિક ધોરણે પે એન્ડ યુઝડ સુલભ શૌચાલયયોગ્ય કામગીરી સોપીને ચાલુ કરવી આપવી જેથી હેરાન થતી પ્રજા તેમનો લાભ લઇ શકે.