દિલ્હીથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફલાઇટમાં ટેકઓફ સમયે મોટો ટેક્નિકલ પ્રોબ્લેમ આવી જતાં ફલાઇટની ઉડાન છેલ્લી ઘડીએ અટકાવી દેવામાં આવી હતી અને ઘાત ટળી હતી. આ અંગે ફલાઇટના કેપ્ટન હિમાંશુ સબ્રવાલના જણાવ્યા અનુસાર જો આ ફલાઇટ ટેકઓફ થઇ હોત તો ઇમરજન્સી લેન્ડિંગ બે જ મીનીટમાં કરવુ પડત. આ કારણોસર ફલાઇટ બેથી અઢી કલાક લેઇટ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વિગત મુજબ એર ઇન્ડિયાની દિલ્હી રાજકોટ એરક્રાફટ નં.403નો ટેકઓફનો સમય બપોરે 2 કલાકનો હતો નિર્ધિરિત સમય મુજબ ફલાઇટ રાજકોટ માટે ઉડાન ભરે તેની બે મીનીટ પહેલા જ આ ફોલ્ટ સામે આવ્યો હતો. ત્યારે જ આ મુશકેલી સામે આવતા ફરી એરક્રાફટને ફરી રનવેમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. અચાનક આવી પડેલી આ પરિસ્થિતિને કારણે પસેન્જર્સ ટેન્શનમાં આવી ગયા હતાં.