3 વર્ષથી નાસતો ફરતો નેગો એક્ટમાં સજા પડેલ આરોપીને પકડી પાડયો

છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો નામ કોર્ટ દ્વારા નેગો એક્ટમાં સજા પડેલ આરોપીને પકડી પાડયો

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકમનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ર્ડા. રવી.મોહન સૈની સાહેબ દ્વારા પોરબંદરમાં આગામી નગરપાલીકા ચુંટણી અનુસંધાને નાસતા ફરતા તેમજ સજા પડેલ આરોપીઓ પકડાય જેથી કાયદો અને વ્યવસ્થા સુચારૂ જળવાઇ જે બાબતે ખાસ સુચના આપેલ જે અંગે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી કોઠીયા સાહેબ તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ.આહિર સાહેબના માર્ગદર્શન મુજબ ડી – સ્ટાફ PSI આર.એલ.મકવાણા દ્વારા ડી – સ્ટાફની ટીમ તૈયાર કરી મેન્યુ.ફ.ક.મેજી.સાની કોર્ટમાં છેલ્લા ૧૩ વર્ષથી નેગોશીએબલ એક્ટ મુજબ બન્ને દેશમાં એક એક વર્ષની સજા પડેલ હોય જે સજાની પકડથી બચવા અલગ અલગ જગ્યાએ નાસતા ફરતા આરોપી વિરુધ્ધ નામદાર કોર્ટ દ્વારા વોરંટ પ્રસિધ્ધ કરતા આરોપીને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ

અને ડી, સ્ટાફ ટીમને સયુક્ત રાહે હકિકત મળેલ કે મજકુર આરોપી શામજીભાઈ વેલજીભાઈ હરચડી રહે. માણેકચોક મોટી શાક માર્કેટની સામે જુમ્મા મજીદની ગલીમાં પોરબંદરવાળો આજરોજના રાત્રીના પોતાના રહેણાંક મકાન માણેકચોક શાકમાર્કેટ જુમ્મા મજીદ વાળી ગલીમાં આવનાર હોય જે ચોકક્સ બાતમી આધારે ડી.સ્ટાફની ટીમ મજકુરના ઉપરોક્ત સરનામે વોચમાં રહેલ તે દરમ્યાન આરોપી પોતાના રહેણાક મકાન પર આવતા મજકુર ને નામદાર કોર્ટ દ્વારા નેગોશીએબલ એક્ટ ક.૧૩૮ મુજબના કામે સજા થયેલ,

બન્ને વોરંટની સમજ કરી છેલ્લા ૩ વર્ષથી પોતાની પકડથી બચવા નાસતો ફરતો આરોપી શામજીભાઈ વેલજીભાઈ હરચડી રહે. માણેકચોક મોટી શાક માર્કેટની સામે જુમ્મા મજીદની ગલીમાં પોરબંદરવાળાને પકડી આરોપીનો કોવિડ -૧૯ નો જરૂરી ટેસ્ટ કરાવી આરોપીને નામદાર કોર્ટ રજુ કરેલ છે આમ છેલ્લા ૭૩ વર્ષથી સજા પડેલ અને પોતાની પકડથી બચવા નાસતો ફરતો રહેનાર આરોપીને શોધી કાઢી પ્રસંનીય કામગીરી કીર્તિમંદિર પો.સ્ટે. ડી-સ્ટાફ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

સદરહું કામગીરી PI શ્રીએચ એલ.આહિર તથા PSI શ્રી આર એલ મકવાણા તથા HC મુકેશ કે માવદીયા, બી. પી. કારેણા તથા Pc ભરત શીંગરખીયા, ભીમાભાઇ ઓડેદરા, અરવીંદ કાનાભાઇ દ્વારા કરવામાં આવેલ છે .