પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇ 770 હથિયાર ધારકોએ તેમના પરવાના વાળા હથિયાર જમા કરાવ્યા હતા. શાંતિ અને સુલેહભર્યા વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જાહેરનામાની અમલવારી કરાઈ હતી.
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિમય વાતાવરણમાં અને ભય મુક્ત રીતે યોજાય તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ વડા દ્વારા શાંતિ અને સુલેહમય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ગુનેગારો પર કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. જેના અનુસંધાને પોરબંદર જિલ્લા પોલીસે અનેક ગુનેગારોને પકડી પાડયા છે. તેની સાથોસાથ શાંતિ અને સુલેહ ભર્યા વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે જેની અમલવારી કરવા જણાવવામાં આવ્યુ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હોય તેની અમલવારી થઈ રહી છે ત્યારે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો 861 જેટલા જિલ્લામાં હથિયાર ધારકો પાસે પરવાનાવાળા હથિયારો છે. જેમાંથી જરૂરી હોય તેઓને 27 હથિયાર ઉપયોગમાં લેવાની છૂટ આપવામાં આવી છે. ઉપરાંત પરવાનાવાળા હથિયાર ધારકોને તેમના હથિયારો જમા કરવા જણાવ્યું છે. હથિયાર ધારકો પાસે 861 જેટલા હથિયારો છે. પરવાનાવાળા હથિયાર ધારકોએ તેમના 770 હથિયાર જમા કરાવી દીધા છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાની ચુસ્તપણે અમલ કરાય છે જ્યારે હજુ ચાર જેટલા હથિયારો જમા કરાવવાનું બાકી હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતું. આમ સૌમ્ય અને શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે અનેકવિધ જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે જેની અમલવારી થઈ રહી છે.