પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇ 1863 આરોપીઓને પકડી પડાયા

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇ 1863 આરોપીઓને પકડી પડાયા છે. શાંતિ અને સુલેહભર્યા વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ગંભીર ગુનાના આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ.

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિમય વાતાવરણમાં અને ભય મુક્ત રીતે યોજાય તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ વડા દ્વારા શાંતિ અને સુલેહમય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ગુનેગારો પર કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. જેના અનુસંધાને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં મર્ડર, ગંભીર ઇજા, ફેક્શર, સામાન્ય મારામારી, જાનથી મારી નાખવાની ધમકી વગેરે ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડવા પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં ચૂંટણીનું જાહેરનામું જયારથી લાગુ પડ્યું છે ત્યારથી અત્યાર સુધીમાં 1863 જેટલા ગુનેગારોને પોલીસે પકડી પાડયા છે. આમ પોરબંદર જિલ્લામાં આગામી સમયમાં શાંતિ અને સૌમ્ય વાતાવરણમાં ચૂંટણી યોજાઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્ક બની ગઇ છે અને કડક હાથે કાર્યવાહી કરી રહી છે.