પોરબંદર : ગૃહઉદ્યોગનું નક્કર આયોજન

પોરબંદર શહેરમાં બહેનો અને તેમના પરિવાર દ્વારા વિવિધ ગૃહ ઉદ્યોગ દ્વારા આત્મનિર્ભર બનવા અને પોતાને કોઈ પાસે આર્થિક સહયોગ મેળવવાને બદલે સમગ્ર સમાજ સર્વાંગી વિકાસ સાંધે અને ઉચ્ચ સ્તરે પહોંચવાની ક્ષમતા ધરાવે છે તેવા નોખા અનોખા પ્રયોગ સાકાર કરવાના આશયથી શહેરમાં આવેલ સત્યનારાયણ મંદિરના ગીતો હોલ ખાતે ગૃહ ઉદ્યોગ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વંદનાબેન રૂપારેલ દ્વારા સુંદર સ્વરમાં પ્રાર્થનાથી શરુઆત કરી અને શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત બાદ નીતાબેનએ મહેમાનોનો પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે દુર્ગાબેન લાદી વાલાએ તેમના વક્તવ્યમાં ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનો હેતુ દર્શાવ્યો હતો. અને એ કોરોનાવાયરસની મહામારીમાં લોકડાઉનલોડના સમયનો સદુપયોગ કરી અનેકવિધ ઉદ્યોગોની 8 બુક તૈયાર કરી અને ચાર બુક હાલ પ્રિન્ટિંગમાં હોવા ઉપરાંત કુલ 20 બુક તૈયાર કરી છે ત્યારે ગૃહ ઉદ્યોગની સ્થાપનામાં કાચો માલ ઉત્પાદનની ગુણવત્તા માર્કેટ વગેરે અંગે દાખલા દ્રષ્ટાત આપી ખૂબ જ ઉપયોગી રસભર માહિતી આપી હતી. અને તેમના ઉદ્યોગપતિ તરીકેની કારકિર્દીની નિચોડ રૂપ બની રહી હોવાનું જણાવ્યું હતું. એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના રિટાયર્ડ એજ્યુકેટીવ આર.કે ઓડેદરા, હસુભાઈ બુધદેવ, રિદ્ધિબેન માખેચા, શિલાબેન માખેચા, પુરુષોત્તમભાઈ મજેઠીયા, જીગ્નેશભાઈ પ્રશ્નનાણી વગેરેની ઉપસ્થિતિમાં સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી દ્વારા આ સેમિનાર માટે ગીત હોલ, માઈક સિસ્ટમ વગેરે માટે સહયોગ આપેલ હોવા બદલ નીતાબેન વોરા દ્વારા સમાપન સમયે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી. આ ગૃહ ઉદ્યોગ સેમિનારમાં સમયસર આવી બહેનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. અને પોતાના પ્રત્યે પ્રતિભાવ પણ આપ્યા હતા. તેમજ નજીકના ભવિષ્યમાં પણ આ ગૃહ ઉદ્યોગના સેમિનાર યોજવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. જેથી બહેનો પોતાના ગૃહ ઉદ્યોગ નક્કર આયોજન કરી નક્કર પરિણામ મેળવી શકાશે તેની પણ માહિતી આપવામાં આવી હતી.