પોરબંદરની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્ટેટ વોટર અવરનેસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે જે અંતર્ગત શારદા વિદ્યા મંદિર હાઇસ્કુલ સિમરના N.S.S યુનિટ દ્વારા લોકજાગૃતિ માટે વિવિધ પ્રોગ્રામ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ગામમાં એક મતદાન જાગૃતિ રેલી યોજી હતી.

હું મતદાન અવશ્ય કરીશ તેવું લખાણ લખી વિદ્યાર્થીઓ સ્ટાફ તેમજ ગ્રામજનોની સહી લેવામાં આવી ઉપરાંત દરેક બાળકોએ પોતાના વાલીને આવું લખાણ આપી એમને મતદાન અવશ્ય કરવા જવા માટે પ્રેરિત કર્યા હતા. અને મતદાન જાગૃતિ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ તકે સીમર ગામની શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા.