મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ કરી વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરાઈ

પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા કાર્યક્રમ યોજાયો

પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા મહાનુભવોની પ્રતિમાની સાફ-સફાઈ કરી વેલેન્ટાઈન ડે ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પુલવામાં દેશના 44 જવાનો શહીદ થયા હતા તેમને યાદ કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન પણ અર્પણ કરવામાં આવ્યા હતા. 14મી જાન્યુઆરી એટલેકે વેલેન્ટાઈન ડે પ્રેમનું પર્વ અને આ પ્રેમના પર્વને લોકો અલગ-અલગ પ્રેમની વ્યાખ્યા આપી ઉજવે છે. ત્યારે દેશની આઝાદીમાં બલીદાન આપ્યું તેવા મહાનુભવોને યાદ કરીને આ મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ જિલ્લા એનએસયુઆઈએ યોજ્યો હતો. પોરબંદર જિલ્લા એનએસયુઆઈની ટીમ દ્વારા શહેરમાં આવેલ અલગ અલગ સ્થળોએ મહાનુભવની પ્રતિમાની સાફ સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. અને પાણી વડે ધોઈને સાફ સફાઈ કરી પુષ્પના હાર પહેરાવી વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ 2019 ના પૂલવા ખાતે આંતકી હુમલામાં 44 વીર જવાનો શહીદ થયા છે તેઓને બે મિનીટનું મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ કિશનભાઇ રાઠોડ, ઉમેશ રાજ બારીયા, કુણાલ રજવાડી, યસ ઓઝા, રોહિત સિસોદિયા, રાજકુમાર ચાઉ વગેરે હાજર રહ્યા હતા.