રંગબાઇ-ગોસાબારા વચ્ચે મનોદિવ્યાંગ બહેનો માટેના આશ્રમનું ભુમિપૂજન

પોરબંદર રેલ્વે માર્ગે છેલ્લુ સ્ટેશન હોવાથી અસંખ્ય મનોદિવ્યાંગો અહીંયા આવી ચડે છે અને તેઓને વર્ષોથી ભગત પ્રાગજી પરસોતમ આશ્રમ (પ્રાગાબાપાના આશ્રમ) ખાતે સાચવવામાં આવે છે પરંતુ મનોદિવ્યાંગ મહીલાઓ માટે પોરબંદર જીલ્લામાં કોઇ જ સુવિદ્યાઓ નહીં હોવાથી ઠેર-ઠેર રસ્તે રઝળતી આ પ્રકારની મહીલાઓને આસરો મળી જાય તે માટે પ્રાગાબાપાના આશ્રમ દ્વારા રંગબાઇ-ગોસાબારા વચ્ચે આશ્રમ બનાવવાની કામગીરી શ થઇ છે જેનું ભુમિપૂજન યુવા ધારાસભ્યએ કર્યુ હતું.

પોરબંદરમાં ઇ.સ. 1983ની સાલથી ભગત પ્રાગજી પરસોતમ આશ્રમ કાર્યરત છે અને ત્યાં અત્‌યારે 70 થી વધુ મનોદિવ્યાંગ પુષોને સાચવવામાં આવી રહ્યા છે. પ્રાગાબાપાએ દિવસ-રાત અને ટાઢ તડકો જોયા વગર રસ્તે રખડતા-ભટકતા મનોદિવ્યાંગોને આશરો મળી રહે તે માટે ભરપુર પ્રયત્નો કયર્િ હતા અને આવા રખડતું-ભટકતું જીવન ગુજારનારા લોકોને વ્યવસ્થિત રીતે રહેવા-જમવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. ભુંડીયા પ્રાગજી પરસોતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પેરેડાઇઝ ફુવારાથી વિરભનુની ખાંભી તરફ જતાં રસ્તે આ આશ્રમ કાર્યરત છે જયાં  પ્રાગાબાપાના નિધન પછી પણ તેમના પરિવારના સભ્યો તુષારભાઇ ભુંડીયા, મીતભાઇ ભુંડીયા, ગીરીશભાઇ સોનીગ્રા સહિતની ટીમ માનસિક રીતે દિવ્યાંગ દર્દીઓને સારી રીતે સાચવે છે અને તેનું જતન કરે છે. તેઓને માત્ર રહેવાનો આશરો જ નથી અપાતો પરંતુ તેની સાથોસાથ તેઓની નિયમિત શારીરીક તપાસ સહિત નાની-મોટી બિમારીના સારવાર-નિદાન કરીને સ્વસ્થ બનાવવામાં આવે છે. અમુક મનોદિવ્યાંગોની માનસિક સ્થિતિ સારી થઇ જાય ત્યારે તેઓને તેના ઘરે પણ પહોંચાડી દેવામાં આવે છે. આ આશ્રમ ખાતે સ્વ્ભાવિક રીતે જ મનોદિવ્યાંગ મહીલાઓને રાખી શકાય નહીં.

બીજીબાજુ પોરબંદર શહેરમાં અનેક જગ્યાએ માનસિક અસ્થિર મહીલાઓ ખુબ જ દયનીય સ્થિતિમાં રસ્તે રઝળતી જોવા મળે છે આથી આવી મહિલાઓને વ્યવસ્થિત આસરો મળે તે માટે રંગબાઇ અને ગોસા વચ્ચે અંદાજે 4 વિઘા જમીનમાં  દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા જ આશ્રમ બનાવવાની કામગીરી શ થઇ છે જેનું ભુમિપૂજન યુવા ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા અને લાખાભાઇ કોટડાવાળા સહિત આગેવાનોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્‌યું હતું. ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા સહિત આગેવાનોએ બનતી તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી.

ભુમિપૂજન કાર્યક્રમમાં માહિતી આપતા આશ્રમના સંચાલકો તુષારભાઇ ભુંડીયા, મીતભાઇ ભુંડીયા અને ગીરીશભાઇ સોનીગ્રાએ જણાવ્‌યું હતું કે, પ્રાગાબાપાએ ઇ.સ. 1983 થી શ કરેલા સેવાયજ્ઞની જયોતને વધુ પ્રજવલ્લિત કરીને અહીંયા આશ્રમમાં મનોદિવ્યાંગોને સાચવવામાં આવી રહ્યા છે અને હવે મહિલાઓ માટે તેમની સલામતી  રહે તે રીતે નવો આશ્રમ બનાવવાની શુભ શઆત આજથી થઇ છે ત્યારે દાતાઓને પણ અમારી અપીલ છે કે, તેઓ આશ્રમના નિમર્ણિ કાર્યમાં મદદપ બને તે જરી છે.

તેઓએ જણાવ્‌યું હતું કે, અહીંયા આશ્રમમાં મનોદિવ્યાંગ મહીલાઓની સુરક્ષા, સારવાર અને જતન-જાળવણી માટે મહિલા સ્ટાફની જ નિમણુંક કરવામાં આવશે.  તથા તેઓના આરોગ્યની પણ નિયમિત રીતે તપાસ થશે. આ આશ્રમના નિમર્ણિમાં સુખી-સંપન્ન દાતાઓ મદદપ થાય તે આવકાર્ય છે અને તેના માટે તુષારભાઇ ભુંડીયાના મો.નં. 99241 61247, મીતભાઇ ભુંડીયાના મો.નં. 75728 97789 તથા ગીરીશભાઇ સોનીગ્રાના મો.નં. 99139 00974 ઉપર સંપર્ક સાધવા પણ યાદી પાઠવાઇ હતી

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.