વેબસિરીઝથી નવું મનોરંજન-અમીષા પટેલ

વેબસીરીઝ ના કારણે અભિનયથી લઈને પ્રોડક્શન સર્જનાત્મકતા અને સાથોસાથ દર્શકોને પણ નવું મનોરંજન મળ્યું છે, આગામી સમયમાં હું પણ કામ કરીશ તેમ રાજકોટની મહેમાન બનેલી અને કહો ના પ્યાર હૈ થી લોકપ્રિય બનેલી અભિનેત્રી અમિષા પટેલે જણાવ્યું હતું.રાજકોટના જાણીતા શિવ શક્તિ સ્વીટ્સ દ્વારા નમકીન લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ લોન્ચિંગ પ્રસંગે ખાસ બોલીવુડની આ અભિનેત્રી મહેમાન બની હતી અને તેના હસ્તે નવી પ્રોડક્ટ લોન્ચિંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતી હોવાનું ગૌરવ સાથે અમિષા પટેલે તેના લહેકામાં જણાવ્યું હતું કે હું પણ પટલાણી છું પટલાણી… મારા લોહીમાં પણ નમકીન અને મીઠાસ છે. શિવશક્તિ ની મીઠાઈ ખાવાની હું ક્રેઝી છું, જ્યારે પણ એસ એસ માંથી મને મીઠાઈ મોકલવામાં આવે છે ત્યારે હું ડાયટ અને હેલ્થ ને ભૂલીને પેલા મારી મનપસંદ મીઠાઈ આરોગી લઉં છું ત્યારબાદ ખૂબ એક્સરસાઇઝ સાથે કેલેરીને બાળું છું. રાજકોટના ૩૫ વર્ષ જુના શિવશક્તિ મીઠાઈ ની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ એ ધમકી નો ટેસ્ટ કરતાં જણાવ્યું હતું કે ચટાકેદાર અને ટેસ્ટફૂલ પ્રીમિયમ આ નમકીન છે.

છેલ્લા ૩૫ વર્ષથી સમગ્ર ગુજરાતમાં સ્વીટ ક્ષેત્રે ૯૦૦થી વધારે મીઠાઈનો આધુનિક શો-‚મ શિવશક્તિ ડેરી ફાર્મ આગવી નામના મેળવી ચૂકેલ છે. એસ.એસ. સ્વીટ્સનું નવું નજરાણું એસ.એસ. નમકીનની બ્રાન્ડ એમ્બેસેડર હિન્દી ફિલ્મ સ્ટાર અમિષા પટેલની વિશેષ હાજરીમાં ચટાકેદાર, ફેબ્યુલસ અને ટેસ્ટફૂલ પ્રિમિયમ એસ.એસ. નમકીનનું લોન્ચિંગ કરવામાં આવેલ છે.

એસ.એસ. નમકીન પ્રારંભમાં કુલ ૧૩ નમકીન જેમાં ડ્રાય કચોરી, ડ્રાય ફ્રુટ કચોરી, સોયા સ્ટીક, મિકસ કઠોળ, પૌવા-ચેવડો, ફરાળી ચેવડો, મસાલા પીનટ્સ, રતલામી સેવ, પંચયત્ન ચેવડો, કાઠિયાવાડી ચેવડો, શિંગ ભજીયા, દાબેલા મગ સામેલ છે. આગામી ત્રણ મહિનામાં નમકીન અને બેકરીની નવી ૧૫ પ્રોડકટ્સ લોન્ચ કરવામાં આવશે.

હાલમાં કંપની પાસે દરરોજ ૪ ટન પ્રોડકશન કેપેસિટી ધરાવતો પ્લાન્ટ કાર્યરત છે, વર્ષના અંતે અમદાવાદ હાઈ-વે ઉપર ૮ એકરમાં એક નવું અત્યાધૂનિક મશીનરી સાથેનો હાઈજેનીક પ્લાન્ટનો પ્રારંભ થઈ જશે. એસ.એસ. નમકીનની બધી પ્રોડકટ્સ ફુલ્લી ઓટેમેટિક અને હાઈઝેનીક સીસ્ટમ સાથે લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને બનાવવામાં આવે છે. આગામી માસમાં સંપૂર્ણ ગુજરાતમાં એસ.એસ. નમકીન બધી પ્રોડકટ્સ લોન્ચ કરવાનો ધ્યેય કંપનીના સંચાલકોએ રાખેલ છે.

લોન્ચિંગ પ્રસંગે પત્રકાર પરિષદમાં એસ.એસ. નમકીનના મનસુખભાઈ અકબરી અને જગદીશભાઈ અકબરી જણાવે છે કે, અમારી પ્રિમિયમ બ્રાન્ડ ગુજરાતભરની બજાર સર કરવા સજ્જ થઈ ગઈ છે. શહેરમાં મીઠાઈ ક્ષેત્રમાં ટોચના ક્રમની અમારી શિવશક્તિ ડેરી હવે એસ.એસ. નમકીન બજારમાં ઉતારી રહી છે. એ ગુજરાત આખાને રાજકોટ પ્રિમિયમ બ્રાન્ડ નમકીનની ખરી ઓળખ ધરાવશે એવો અમોને વિશ્ર્વાસ છે. અમો ઉત્પાદનની ઉત્કૃષ્ઠ ક્ષમતા સાથે રાજ્યભરમાં સમગ્ર ગુજરાતભરમાં વ્યાપ વધારવા સજ્જ છીએ ! આ પત્રકાર પરિષદમાં હિન્દી ફિલ્મ સ્ટાર અમિષા પટેલની સાથે શિવશક્તિ ડેરી ફાર્મના મનસુખભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, બ્રિજેશભાઈ પટેલ અને મેનીલભાઈ પટેલ હાજર રહી માહિતી આપેલ હતી. આ પત્રકાર પરિષદનું સુંદર સંચાલન રિઝલ્ટ એડવર્ટાઈઝિંગ પ્રા.લિ.ના જીતુ કોઠારી અને મેહુલ દામાણી દ્વારા કરવામાં આવેલ હતું.