દ્વારકા-કલ્યાણપુર પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને કલ્યાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત કલ્યાણપુર તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો ક્રિકેટ ટુર્નામેન્ટ ભાટીયા મુકામે યોજાઇ હતી.

આ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાલુકાની 1પ ટીમોએ ભાગ લીધો હતો, રવિવારના રોજ ફાઇનલમાં નંદાણા તાલુકા શાળાની ટીમ વિજેતા થયેલ અને રનર્સ ટીમમાં રાવલ તાલુકા શાળા-1 ની ટીમ બની હતી. મેન ઓફ ધ સિરીઝ જયેશભાઇ કોરિયા બન્યા હતા, આખા ટુર્નામેન્ટનું આયોજન શિક્ષક સંઘ વતી મારખીભાઇ ગોરીયા, દેવાતભાઇ ચેતરિયા, હાજાભાઇ વાળા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આ ટુર્નામેન્ટમાં ખાસ દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઇ ગોરીયા, ઉપપ્રમુખ કનુભાઇ ગોજીયા, તાલુકા સંઘના પ્રમુખ કરશનભાઇ રાવલિયા, મહામંત્રી રવજીભાઇ ડાભી, રાણાભાઇ કંડોરિયા, હરદાસભાઇ ગોરીયા વિગેરે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.