આમ આદમી પાર્ટી: અગ્રણી રામભાઈ ભુતિયાની શહેર પ્રમુખ તરીકે નિમણૂક

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરજોશમાં ચાલી રહી છે અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પણ થઈ રહી છે ત્યારે ભાજપ માં 52 ઉમેદવારોની પસંદગી કરવાની હોય અને જેની સામે 400 થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે કોંગ્રેસ પક્ષે પણ ચૂંટણી જીતવા માટે કમર કસી છે અને આમ આદમી પાર્ટી દ્વારા પણ તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. પોરબંદરમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી દ્વારા દરેક વોર્ડમાં ઉમેદવારો ઉતારવાની કવાયત હાથ ધરી છે. ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કેયુરભાઈ જોશી દ્વારા મહેર સમાજના અગ્રણી રામભાઈ પૂજાભાઇ ભુતિયાની શહેર પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી છે. કન્ટ્રક્શનનો વ્યવસાય ધરાવતા રામભાઇ ભુતીયાને શહેર પ્રમુખ તરીકે નિમણૂક અપાઈ ત્યારે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ પાઠવી હતી.