પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાંહતી ત્યારે હેડ કોન્સ. હરેશભાઇ આહીર ને એવી બાતમી મળી હતી કે, ખીરસરા ગામની કામઠળી સીમમાં આવેલ વાડીમાં વિઠ્ઠલ અરજણ મકવાણા નામના એ જ ગામના શખ્સે જુગારધામ શ કર્યુ છે અને બહારના પત્તાપ્રેમીઓને એકત્ર કયર્િ છે આથી પોલીસે તાત્કાલીક દરોડો પાડતા જુગાર રમી રહેલા વાડીની ઓરડીના માલીક વિઠ્ઠલ મકવાણા ઉપરાંત રાણાવાવ અને કુતિયાણાના જુગારીઓ દેવરાજ રાજા કટારા, હેમંત ખીમા પીપરોતર,કેતન ભીખુ ગઢીયા, જયેશ મગન કંટારીયા, વલ્લભ ગોકળ મોકરીયા અને જગદીશ લખમણ સગરકાને પકડી 67,100ની રોકડ, ગંજીપત્તો, 7 મોબાઇલ, પાંચ મોટરસાયકલ સહિત કુલ પિયા ર લાખ ર1 હજાર 600નો મુદ્દામાલ કબ્જે કરીને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દર્જ કરાવ્યો હતો. આ કામગીરીમાં એલસીબીના પી.આઇ. રબારી અને એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રમેશભાઇ જાદવ, હેડ કોન્સ. હરેશભાઇ આહીર, મહેશભાઇ શિયાળ, કોન્સ્ટેબલ વિજયભાઇ જોશી, કરશનભાઇ મોડેદરા, રવિરાજ બારડ, લીલાભાઇ દાસા વગેરે રોકાયા હતા