ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરતાં જ ભડકો થયો છે. રાજકોટમાં વોર્ડ પ્રમુખ સહિત બે ને સસ્પેન્ડ કરાયા છે. જામગરમા પૂર્વ મેયરે રાજીનામું ધરી દીધું છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં પણ વિરોધનો સૂર ઉઠયો છે. આ વિરોધને ખાળવા ડેમેજ ક્ધટ્રોલ શ કરી દેવામાં આવ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તમામ 6 મહાનગરપાલિકા માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે સૌથી પહેલા રાજકોટ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. ત્યારબાદ જામનગર,ભાવનગર, વડોદરા, સુરત અને છેલ્લે અમદાવાદ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપ્ની આ યાદીમાં માજી મેયરને ટિકિટ આપવામાં આવી નથી. ભાજપ્ના ઉમેદવાર જાહેર થયા બાદ કેટલીક જગ્યાએ નારાજગી અને બળવાની સ્થિતિ જોવા મળી છે .અમદાવાદ શહેરમાં પહેલીવાર મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કપાયા છે તો રાજકોટ મહાનગરપાલિકાના માજી મેયર ને પણ ટિકિટ ના નામે પાણીચું પકડાવી દેવાયું છે. સુરત અને વડોદરા ની સ્થિતિ પણ વખાણવા લાયક નથી આ મહાનગરોની ટિકિટ જાહેર થયા પછી મહાનગરોના મતદાન પૂર્વે ભારતીય જનતા પાર્ટીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિમર્ણિ થવા પામ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રણ ત્રણ ટર્મથી ચૂંટાતા કાઉન્સીલરોને પડતા મૂકવાનો નિર્ણય લીધા કેટલાક પડકારો નો સામનો કરવો પડશે. જેની દૂરોગામી અસર પડશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. નિર્ણયની ખરી ખબર આગામી તારીખ 23 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાના પરિણામમાં જોવા મળશે તે વાત નિશ્ચિત છે.
ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છાપ ધરાવે છે ત્યારે રાજકોટ વડોદરા અમદાવાદ સુરત જામનગર અને ભાવનગર માં બહાર આવેલા વિવાદો માત્ર આઇસબર્ગ સમાન છે એક વોર્ડમાં જીત માટે નું માર્જિન ખૂબ જ નાનું હોય છે મહાનગરપાલિકામાં માત્ર 50 મતથી પણ ઉમેદવાર જીત્યા ના દાખલા છે ત્યારે ત્રણ ટર્મથી ચૂંટાઇ આવતા કાઉન્સીલરોને પડતા મૂકી ને રાજકીય નવા દાવપેચ ખેલનાર ભાજપ કેટલી સફળ થશે તે તો સમય જ બતાવશે. આ તબક્કે કેટલાંક સક્રિય આગેવાનો મૌન ધારણ કરીને બેસી જશે તે વાત નિશ્ચિત છે.
હાલના સંજોગોમાં પ્રદેશ માળખું સંગઠન માળખું રચાઈ ચૂક્યું છે ત્યારે આવા કાઉન્સીલરો કે જે ત્રણ થી ટર્મથી ચુટાતા આવ્યા છે. તેને ક્યાં સમાવશે તે પ્રશ્ન પણ ઉભો થયો છે બળવો કરે આવા પડતા મૂકાયેલા કાઉન્સીલરો ને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ પણ કરવામાં આવે એ વાત નિશ્ચિત છે. ત્રણ ટર્મથી ચુટાતા કાઉન્સીલરો સ્થાનિક કક્ષાએ ખૂબ જ સારું વર્ચસ્વ ધરાવતા હોય છે .જો તેઓ નિષ્ક્રિય થાય તો પાર્ટીને જીત માર્જિનમાં ગાબડા પડી શકે છે. જે પાતળી બહુમતીથી મળતી સીટો ભાજપ્ને ગુમાવવાનો વારો આવે તો નવાઇ પામવા જેવું નહીં હોય.
અમદાવાદ શહેરના 142 કાઉન્સીલરો પૈકી ના 106 કાઉન્સિલરને પડતા મુકાયા છે માત્ર 36 કોર્પોરેટરોનો રિપીટ કરવામાં આવ્યા છે અને 35 કોર્પોરેટરો એવા છે કે જે એક વખત જીત્યા પછી ફરી ટિકીટ આપવામાં આવી છે વોર્ડ બદલીને ટિકિટ અપાઈ હોય તેવું એક વ્યક્તિ છે આખી પેનલ ફરીથી રિપિટ કરવામાં આવ્યું હોય તે વોર્ડ નંબર 1 છે અને આખી પેનલ બદલી નાખવામાં આવી હોય તેવો વોર્ડ 11 છે.
રાજકોટ મહાનગરપાલિકામાં 72 બેઠકો પર 39 નવા ચહેરાને ઉતારવામાં આવ્યા છે જ્યારે 12 ઉમેદવારો એવા છે કે જે અગાઉ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકામાં નેહલ શુકલ બીપી કીટ આપીને કોર્પોરેટર હરિભાઈ ડાંગરના પત્ની જયાબેન ડાંગર ની ટિકિટ આપવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ઉદય કાનગડ ના ભાણેજ નિલેશ જલુ. ટિકિટ આપવામાં આવી છે જ્યાં સગાવાદ ચાલ્યો છે. અખિલ તો સિનિયર ગણી શકાય તેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી ઉદય કાનગડ પૂર્વ મેયર બીનાબેન આચાર્ય નીતિન ભારદ્વાજ જૈમીન ઉપાધ્યાય. ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને કશ્યપ શુક્લ જેવા મોટા માથાઓ ની બાદબાકી કરવામાં આવી છે. ટિકિટ ફાળવણીને લઇને ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકામાં બે વ્યક્તિઓને સસ્પેન્ડ કરવાના આકરા નિર્ણય લેવામાં આવ્યા હતા.
સુરત મહાનગરપાલિકામાં માજી ડેપ્યુટી મેયર નીરવ શાહ ની બાદબાકી કરવામાં આવી છે કુલ 119બેઠકોમાં નવા 95 ઉમેદવાર છે .તો 13 ઉમેદવારો રીપીટ કરાયા છે પ્રદેશ મહામંત્રી રજની પટેલના સંબંધી ઉર્વીશ પટેલને ટિકીટ આપવામાં આવી છે પૂર્વ કોર્પોરેટર કમલેશ ના પુત્ર કૃણાલ ને પણ ટિકિટ આપવામાં આવી છે પૂર્વ કોર્પોરેટર બકુ પટેલ ના પુત્ર રાજન અને ટિકિટ આપવાની છે. સુરતમાં સ્થિતિ પણ વખાણવા લાયક નથી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અનિલ ગોપલાની પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહની પણ બાદબાકી થઇ છે.
વડોદરાની 76 બેઠકો માટે એ કામ નવા ચહેરાને ઉતારવામાં આવ્યા છે જ્યારે 15 પૂર્વ કાઉન્સિલરની ટિકિટ આપવામાં આવી છે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામસિંહ રાઠવાના ભત્રીજા રણછોડ રાઠવા ની ટિકિટ આપવામાં આવી છે માટીકામ કલ્યાણ બોર્ડના ચેરમેન દલસુખ પ્રજાપતિ ના પુત્ર રાજેશ પ્રજાપતિ ને ટિકિટ વહેંચવામાં આવી છે વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ મેયર જિગીષા બહેન અને પૂર્વ મેયર ભરત ડાંગર પૂર્વ શહેર પ્રમુખ પત્તુ સાફ કરી દેવાયું છે.
જામનગર મહાનગરપાલિકા ની 84 બેઠક માટે ભાજપ દ્વારા તેમના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં 18 ઉમેદવારો રિપીટ કરવામાં આવે છે અને 30 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે ગતમાં કોર્પોરેટ હતાં તે પૈકીના ત્રણ ઉમેદવારોને વોર્ડ બદલી કરવામાં આવ્યા છે અને કેટલાક કિસ્સામાં પતિ પત્ની પુત્ર બહેન અને સંબંધને પણ ટિકિટ આપવામાં આવી છે ભાજપ્ની આ યાદીમાં 30 નવા ચહેરાને સ્થાન મળતા જૂના જોગીઓ માં નારાજગી પ્રવર્તી છે.
ભાવનગર મહાનગરપાલિકામાં પણ ભડકા ની સ્થિતિ છે 52 બેઠકો પૈકી બાર જૂના જોગીઓને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે 40 નવા ચહેરાને તક આપવામાં આવી છે સવારે કોંગ્રેસમાંથી કેસરિયો પહેરનાર ગીતાબેન મેરને બે ટિકિટ આપીને ભાજપે આશ્ચર્ય સર્જ્યુ છે અને મેયર મનહરભાઈ મોરી નિમુબેન બામણીયા અભય ચૌહાણ અને દિવ્યા બેન વ્યાસ ના પડતા મૂકી ભાજપે કેટલાક પડકારો ઊભા કયર્િ છે.