પોરબંદરમાં બીલ વગરના 38,000 પીયાના 4 મોબાઈલ સાથે ઝુંપડપટ્ટીમાં રહેતા બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા હોય અને મોબાઈલ ચોરાયા હોય તો તેવા લોકોને ફરિયાદ નોંધાવવા માટે આગળ આવવા જણાવ્યું હતું. પોરબંદર પોલીસ ચૂંટણી અનુસંધાને પેટ્રોલીંગમાં હતી ત્યારે લીમડા ચોક શાકમાર્કેટ પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં પગપાળા આવતા હતા. તેમની તલાશી લેતા 38,000 પીયાના 4 મોબાઈલ મળી આવ્યા હતા. ત્યારે આ બન્ને શખ્સોની પૂછપરછ કરતા કર્લી રિવરફ્રન્ટ પાસેની ઝુંપડપટ્ટીમાં રહેતા કિશન માલદે પરમાર અને તેની સાથે રહેલ શખ્સ મુળ જામનગરના હાપા ગામે ખાડી વિસ્તારમાં રહેતો અને હાલ ચોપાટીની ફૂટપાથ પર વસતો ચંદા મગન પરમાર હોવાનું જણાઈ આવ્યું હતું. અને મોબાઈલના બીલ માંગવામાં આવતા તેઓએ બિલ રજુ કર્યા ન હતા. આથી આ ચારેય મોબાઈલ ચોરાયેલા હોવાની શક્યતાના આધારે પોલીસે તેઓની અટકાયત કરી હતી. અને લોકોને પણ જણાવ્યું છે કે કોઈના મોબાઈલ ચોરાયા હોય તો બીલ અને કાગળો સાથે પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ કરવા કહ્યું હતું.