રાજકોટમાં 14 વોર્ડના 22 ઉમેદવારો જાહેર: ટૂંક સમયમાં બીજું લિસ્ટ જાહેર કરાશે: રાજકારણમાં ગરમાવો
આગામી તારીખ 21ના રોજ યોજાનારી રાજકોટ જામનગર ભાવનગર સુરત વડોદરા અને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને આજે ચૂંટણીનું જાહેરનામું વિધિવત રીતે પ્રસિધ્ધ કરાતાની સાથે જ કોંગ્રેસે તેના સત્તાવાર ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરીને ચૂંટણીના નગારે પહેલો ઘા મારી દીધો છે. સામાન્ય રીતે ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં ભાજપ પ્રથમ હોય છે પરંતુ આ વખતે કોંગ્રેસ તેમાં એક ડગલું આગળ રહી છે.
કોંગ્રેસે આજે જાહેર કરેલા રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના 72 ઉમેદવારો પૈકી પ્રથમ લિસ્ટમાં 14 વોર્ડના 22 ઉમેદવારોને જાહેર કયર્િ છે અને આગામી દિવસોમાં બીજું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કોંગ્રેસે તેનું જે પ્રથમ લિસ્ટ આજે જાહેર કર્યું છે તેમાં મનસુખભાઈ કાલરીયા, વિજય વાંક, જાગૃતીબેન ડાંગર, એડવોકેટ જીગ્નેશ જોશી, ભરત મકવાણા વગેરેનો સમાવેશ કર્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસે આજે જાહેર કરેલા ઉમેદવારોમાં વોર્ડ નંબર 1, 3,8, 13,14 અને વોર્ડ નંબર 15 માં એક એક ઉમેદવાર જાહેર કયર્િ છે જ્યારે વોર્ડ નંબર ચાર પાંચ છ, નવ, દસ બાર 16 અને 17 માં બબ્બે ઉમેદવારો જાહેર કયર્િ છે.
ભાવનગર અને જામનગરમાં પણ કોંગ્રેસે તેમનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે આશ્ચર્યજનક રીતે અમદાવાદમાં એક પણ ઉમેદવારનું નામ કોંગ્રેસ હજુ જાહેર કર્યુ નથી ત્યારે વડોદરા અને સુરતમાં પણ કોંગ્રેસે પોતાનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે.
કોંગ્રેસે રાજકોટમાં 22 ભાવનગરમાં 21 જામનગરમાં 27 સુરતમાં 53 અને વડોદરામાં 20 ઉમેદવારોના નામની જાહેરાત પોતાના પ્રથમ લિસ્ટ માં કરી છે.