ત્રણેક વર્ષથી નાસતા ફરતા નામચીન બૂટલેગરને ઝડપી પાડતી ભાણવડ પોલીસ

રાણપર મિત્રને મળવા આવતા દબોચી લેવાયો

ભાણવડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અનેક ગુન્હામાં છેલ્લા ત્રણેક વર્ષષી નાસતા ફરતા નામચીન ગુન્હેગારને ઝડપી પાડવામાં ભાણવડ પોલીસ ને સફળતા મળી છે.

પ્રાપ્ત વિગત મુજબ ભાણ વડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિ. કલમ 6પ (ઈ),116(બી), 81 મુજબના ગુન્હામાં નાસતો ફરતો નામચીન બુટલેગર પુંજો ઉર્ફ પીપપીપ મેરાભાઈ શામળા રહે.જુનાગઢવાળો ભાણવડ તાલુકાના રાણપર ગામે તેમના મિત્રને મળવા આવ્યો હોવાની ચોકકસ બાતમી પીએસઆઈ જે.જી.સોલંકી તથા કોન્સ.ખીમાભાઈ કરમુરને મળતા સ્ટાફના સર્વલન્સ સ્કોડના એએસઆઈ લખમણભાઈ ગઢવી,હેડ કોન્સ કિશોરભાઈ નંદાણીયા,કનુભાઈ મકવાણા, બ્રિજેશભાઈ બોરીચા, કેશોરસિંહ જાડેજા, ભરતભાઈ સભાડને સાથે રાખીને રાણપર ગામે દોડી જતાં રાણપર બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લીધો હતો અને કોરોના ટેસ્ટ માટે તજવીજ હાથ ધરી ભાણવડ પોલીસ સ્ટેશનમાં અલાયદા રૂમમાં કોરોન્ટાઈન કરવામાં આવેલ છે.