સીમરની વિદ્યાર્થીનીના પ્રોજેકટની નેશનલ લેવલે પસંદગી

પોરબંદર નજીકના સીમર ગામની વિદ્યાર્થીનીનો એક પ્રોજેકટ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યો છે તેણે પીવા લાયક પાણીમાં ફલોરાઇડ અને નાઇટ્રેટના પ્રમાણનો કર્યો અભ્યાસ કર્યો છે.

ભારત દેશના પ્રત્યેક વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે ચિ કેળવાય તે હેતુથી છેલ્લા ર7 વર્ષથી ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું  10 થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવે છે. આ આયોજનના ભાગપે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ જિલ્લા કક્ષાની સ્પધર્િ સહજાનંદ સ્વામી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાઇ હતી જેમાં શારદા વિદ્યામંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા સિમરના બે પ્રોજેકટ રાજયકક્ષાએ પસંદગી પામ્યા હતા. ત્યારબાદ ર8 થી 30 જાન્યુઆરી દરમિયાન રાજયકક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન વર્ચ્યુઅલ વર્લ્ડમાં કરવામાં આવેલ જેમાં સમગ્ર રાજયમાંથી 160 જેટલા બાળ વૈજ્ઞાનિકોએ પોતાનું પ્રેઝન્ટેશન રજુ કરેલ.

જેમાં શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કુલની વિદ્યાર્થીની ધ્રાંગું મહેશ્ર્વરી રણમલભાઇ અને શિવાની રમણભાઇએ સીમર ગામના પીવાલાયક પાણીમાં ફલોરાઇડ અને નાઇટ્રેટના પ્રમાણનો અભ્યાસ પર સંશોધનાત્મક પ્રોજેકટ રજુ કર્યો હતો.

વર્ષ 2020 અને 21 માટે નિરંતર ટકાઉ જીવન નિવર્હિ માટે વિજ્ઞાન મુખ્ય વિષય અંતર્ગત પાંચ પેટા વિષયો આધારીત સંશોધનકાર્ય રજુ કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષક કેશુભાઇ ઓડેદરાના માર્ગદર્શન અંતર્ગત મહેશ્ર્વરીએ  પ્રોજેકટ રજુ કર્યો હતો જે પ્રોજેકટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામતા શાળા તેમજ પોરબંદર જિલ્લાનું નામ રોશન કરેલ છે. આવનારા સમયમાં ગુજરાતના 3ર બાળ વૈજ્ઞાનિકો સાથે મહેશ્ર્વરી ચંદીગઢ ખાતે ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રોજેકટ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામતા સમગ્ર શાળા પરિવારમાં હર્ષની લાગણી પ્રસરી હતી. આ તકે શાળાના આચાર્ય ધવલભાઇ ખુંટી તથા સમગ્ર શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર વિવેકભાઇ તેમજ એકેડેમિક કોર્ડીનેટર, ટ્રસ્ટના પ્રમુખ તેમજ અન્ય ટ્રસ્ટીગણ, ગામના સરપંચ તથા ગામના અન્ય આગેવાનોએ શુભેચ્છાઓ આપી હતી અને વિદ્યાર્થીની હવે નેશનલ લેવલે પણ ઉત્તમ રજુઆત કરે તેવા આશિષ પાઠવ્યા હતા