અભિષેક સાથે અફેરની ચર્ચા વચ્ચે નિમ્રતની જેલસી પોસ્ટ ચર્ચામાંં

સંબંધ એવો હોવો જોઈએ કે લોકોને ઈર્ષા આવે. અગાઉ આ અફવાને રદિયો આપવાનો ઈનકાર કરતાં કહ્યું હતું, લોકો તો કહ્યા જ કરશે.

અભિષેક બચ્ચન સાથે અફેરની ચર્ચાઓ વચ્ચે નિમ્રત કૌરની એક પોસ્ટ ભારે ચર્ચામાં આવી છે. આ પોસ્ટથી અફેરની અફવાઓેને વેગ પણ મળ્યો છે. નિમ્રતે  એક વીડિયોમાં જણાવ્યું છે કે, દોસ્તી એવી હોવી જોઇએ જે જોઇને લોકોને ઇર્ષા થાય.ફ્રેન્ડશીપ એટલી પાકી હોવી જોઇએ, કે લોકો  જોઈને ઈર્ષાથી બળી મરે. નિમ્રતે આ અગાઉ અભિષેક સાથે અફેરની ચર્ચાને રદિયો આપવાનો ઈનકાર કર્યો હતો. તેણે એમ કહ્યું હતું કે હું કશું કહું કે ન કહુ ંતો પણ લોકો તો જે માનવાના છે તે માનવાના જ છે. અભિષેક અને નિમ્રતે ‘દસવી’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેના સેટ પર બંને વચ્ચે અફેર શરુ થયું હોવાનો દાવો થઈ રહ્યો છે. આ અફેરના કારણે જ ઐશ્વર્યા અને અભિષેકના લગ્નજીવનમાં વિસંવાદ સર્જાયો હોવાનું કહેવાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *