માસૂમ ટૂમાં નસીરુદ્દિન રિપીટ, મનોજ વાજપેયી સહકલાકાર

શૂટિંગ આવતાં વર્ષથી શરૂ થશે. શબાના આઝમી ઉપરાંત શેખર કપૂરની દીકરી કાવેરી પણ મહત્વની ભૂમિકામાં હશે.

મુંબઇ : શેખર કપૂર તેની હિટ ફિલ્મ ‘માસૂમ’નો બીજો ભાગ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં નસીરુદ્દિન શાહ અને શબાના આઝમી રીપિટ થવાનાં છે. તેમની સાથે સહકલાકારો તરીકે મનોજ વાજપેયી અને શેખર કપૂરની દીકરી કાવેરી પણ જોડાશે. શેખર કપૂરે ‘માસૂમ  ટૂ ‘ના શૂટિંગની જાણકારી દિલ્હીમાં યોજાયેલ ૫૫મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં આપી હતી.  તેના જણાવ્યા અનુસાર પોતે આ ફિલ્મની   સ્ક્રિપ્ટ ખોઈ નાખી હતી. પરંતુ, એક ચાહકે તેને તે પાછી મેળવી આપી હતી. તે  દુબઈથી દિલ્હી આવી રહ્યો હતો ત્યારે પ્લેનમાં આ  સ્ક્રિપ્ટ ભૂલી ગયો હતો. જોકે, બાદમાં ફલાઈટ એટેન્ડન્ટે તેને સ્ક્રિપ્ટ પરત મેળવી આપી હતી. આમ, આ ફિલ્મ બનશે જ એ વિધાતાએ નિશ્ચિત કરી દીધું છે. મૂળ ‘માસૂમ’ ફિલ્મમાં નસીરુદ્દિન શાહ અને શબાના આઝમી સાથે બાળ કલાકારો તરીકે જુગલ હંસરાજ અને ઊર્મિલા માર્તોંડકર હતાં. ઊર્મિલા બાદમાં બોલીવૂડની ટોચની હિરોઈન બની હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *