સ્મરણાંજલિ સભા માં સમસ્ત પાટીદાર સમાજ ની તમામ સંસ્થાઓના આગેવાનો ઉપરાંત સર્વે સમાજ નાં અગ્રણીઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતી
સ્વ.કેશુબાપા નાં પરિવારજનો તથા ઉપસ્થિત માનવ મહેરામણ ની હાજરીમાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ને કેશુભાઈ પટેલ નું નામ આપવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો
સભા નાં સમાપન બાદ મળેલ મિટિંગમાં આંતરાષ્ટ્રીય કૂર્મી સેના નાં રાષ્ટ્રિય અધ્યક્ષ તરીકે જિજ્ઞેશ કાલાવડિયા ની વરણી કરવામાં આવી
રાજકોટ તા.28 આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.પદ્મભૂષણ કેશુભાઈ પટેલ ની ચતુર્થ પુણ્યતિથી નિમિત્તે ભવ્યાતિભવ્ય સ્મરણાંજલિ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર ઉપરાંત સર્વે સમાજ નાં આગેવાનો અને કાર્યકરો એ મોટી સંખ્યામાં હાજર રહી સ્વ. કેશુબાપા નાં લોક ઉપયોગી કાર્યો ને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સભા નાં પ્રારંભ માં દિપ પ્રાગટય બાદ મા ઉમા -ખોડલ ની આરતી કરવામાં આવી હતી જેમાં સભા માં હાજર રહેલ વિશાળ જન મેદની એ પણ ભાગ લેતા વાતાવરણ દિવ્ય તેજ થી ઝળહળી ઉઠ્યું હતું. સભાનાં પ્રારંભે ચિરાગ કાકડીયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કૂર્મી સેના નાં આગામી કાર્યક્રમો અને સ્વ. કેશુબાપા નાં સ્મરણાંજલિ કાર્યક્રમ પાછળની ભૂમિકા જાણીતા પત્રકાર – તંત્રી જિજ્ઞેશભાઈ કાલાવડિયા દ્વારા આપવામાં આવી હતી. કૂર્મી સેના દર વર્ષે કેશુબાપા ની પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન કરશે તેવી આ તકે તેમણે જાહેરાત કરી હતી. આ તકે સ્વ. કેશુભાઈ પટેલ નાં જીવન સંઘર્ષ ની યાદ અપાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. કાર્યક્રમ માં પધારેલ સમાજ અગ્રણીઓ સમક્ષ જાણીતા લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયા અને દાદુભાઈ ગઢવી દ્વારા કાર્યક્રમ ને અનુરૂપ કેશુબાપા નાં જીવન વિશે તેમની આગવી શૈલી માં વાત મૂકવામાં આવી હતી. સ્મરણાંજલિ સભા માં ઉપસ્થિત રહેલ ખોડલધામ નાં આગેવાન હસમુખભાઈ લુણાગરિયા, દિનેશભાઈ બાંભણિયા, વિશ્વ ઉમિયા ધામ નાં ઉપ પ્રમુખ ડી.એન.ગોલ, રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સરદાર ધામ નાં આગેવાન જેન્તીભાઇ સરધારા, ગુજરાત રાજ્ય પછાત વિકાસ નિગમ નાં પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી, પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર, પાટીદાર સમાજ અમદાવાદ નાં પ્રમુખ પૂર્વ ધારાસભ્ય જીતુભાઇ પટેલ, કેશુબાપા નાં નિકટના સ્નેહી અમોલભાઈ પટેલ, કેશુબાપા નાં પરિવાર તરફથી અશ્વિનભાઈ પટેલ, રાજકોટ શહેર કોંગ્રેસ નાં કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડીયા, આમ આદમી પાર્ટી નાં આગેવાન અને ખોડલ ધામ નાં ટ્રસ્ટી શિવલાલ બારસિયા, પૂર્વ રાજ્ય મંત્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરીયા વગેરે દ્વારા તેમના કેશુબાપા સાથેના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા. કાર્યક્રમ માં સભા સ્થળ પર કેશુબાપા, સરદાર પટેલ અને શિવાજી નાં વિશાળ કટ આઉટ અને સેલ્ફી પોઇન્ટ ગોઠવવામાં આવ્યા હતા. તમામ વક્તાઓ દ્વારા સ્વ. કેશુભાઈ પટેલ નાં બેદાગ રાજકીય જીવન અને તેમની ખેતી, ખેડૂત અને ગરીબ, દલિત, શોષિત જનતા પ્રત્યેની કટિબદ્ધતા ને યાદ કરવા માં આવી હતી. આજનાં રાજકીય પરિપેક્ષ્યમાં હવે કેશુબાપા જેવા નેતાઓ રહ્યા નથી આ બાબતે પણ વસવસો વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્મરણાંજલિ સભા માં કેશબાપા નાં જીવન સંઘર્ષ અને તેમની રાજકીય કેરિયર પર આધારિત જાણીતા પત્રકાર – લેખક દિલીપ પટેલ નાં પુસ્તક “ધરતીપુત્ર કેશુભાઈ પટેલ”નું ઉપસ્થિત મહાનુભાવો નાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ બાબતે પુસ્તકના પ્રકાશક ચિરાગ પટેલ દ્વારા પુસ્તક ની પ્રાસંગિકતા અને ભાવી આયોજનો બાબતે તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આભારવિધિ જિગીષા પટેલ અને અશોકભાઈ દલસાણીયા દ્વારા કરવામાં આવી હતી. સ્વ . કેશુબાપા ની શ્રદ્ધાંજલિ સભામાં સર્વે સમાજ નાં આગેવાનો અને રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં જેમાં એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાંક, યુવી ક્લબ નાં ડાયરેક્ટર મુન્નાભાઈ ઘેટીયા, પૂર્વ ધારાસભ્ય અને પટેલ સમાજનાં આગેવાન ટપુભાઈ લિંબસિયા, જાણીતા રાજકીય અને સામાજિક અગ્રણી કિશોરભાઈ અદિપરા, વિઠલભાઈ ધડુક, ગોપાલભાઈ ભૂવા, રાજાભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મનોજભાઈ પનારા, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી, વિપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, મુસ્લિમ એકતા મંચ નાં ઈમ્તિયાઝ પઠાણ, સામાજિક અગ્રણી જે.પી.જાડેજા, ગિરગંગા પરિવારના દિલીપભાઈ સખિયા, પ્રતાપભાઈ પટેલ, સોનલબેન ડાંગરિયા, કિસાન નેતા રમેશચંદ્ર પટેલ, જગદીશ ઠાકોર, ગીરીશભાઈ પરમાર, કિરીટભાઈ પટેલ, પંકજભાઈ રાણસરિયા, બસપા નાં આગેવાન ચમનભાઈ સવસાણી, બસપા ઉપાધ્યક્ષ મકવાણાભાઈ, બહુજન મુક્તિ પાર્ટી નાં પ્રકાશભાઈ સિંધવ, જગદીશભાઈ, અજીતભાઈ પરમાર, ગુજરાત નવનિર્માણ સેનાના અતુલભાઈ દવે, વિચારક વાસુદેવભાઇ પટેલ, વિનુભાઈ ધવા,કિસાન અગ્રણી ભીખાભાઈ લીંબાણી, આપ નેતા તેજસ ગાજીપરા, યુવા અગ્રણી ભાવેશભાઈ લોખીલ, ભરતભાઈ વાધડીયા, મુસ્તાક દિવાન, ધવલ પટેલ, સહિતનાં દરેક ક્ષેત્ર નાં નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા. સ્વ.કેશુભાઈ પટેલ પરિવાર માંથી તેમના સુપુત્ર મહેશભાઈ પટેલ, ભત્રીજા અશ્વિનભાઈ પટેલ, પૌત્ર ઉદયભાઈ પટેલ, શેતલભાઈ, રાજુભાઈ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંચ પરથી કૂર્મી સેના નાં સંસ્થાપક જિજ્ઞેશ કાલાવાડિયા દ્વારા કેશુબાપા ના પરિવારની લાગણીને ધ્યાનમાં રાખીને હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નું નામ “સ્વ.કેશુભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ” કરવાનો ઠરાવ મૂકવામાં આવ્યો હતો જેને ઉપસ્થિત જનમેદની એ હાથ ઊંચા કરીને અનુમોદન આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના નો ગુજરાતમાં આ પ્રથમ ભવ્ય કાર્યક્રમ હતો જેનાં સફળ આયોજન માટે કૂર્મી સેના ની ટીમ દ્વારા રાત દિવસ જહેમત ઉઠાવવામાં આવી હતી જેમાં ચિરાગભાઈ કાકડીયા, વિજયભાઈ શિયાણી, સંજયભાઈ ખીરસરિયા, નરેન્દ્રભાઇ ગુંદરણીયા, કેતનભાઈ તાળા, હરેશભાઈ બુસા,લીનેશભાઈ સગપરિયા, દર્શિત પટેલ, ધવલ વડાલિયા, જગદીશ શિંગાળા, વૈભવ રાદડીયા, નિલેશ વાછાણી, અંકિત ઘાડિયા, દિલીપ ઝાલાવડિયા, ચંદ્રેશ સવસાણી, ભાવેશ માખેસણા સહિતનાં મિત્રો એ જહેમત ઊઠાવી હતી.
કાર્યક્રમ નાં સમાપન બાદ સભા સ્થળ સોરઠીયા ફાર્મ, બાપા સીતારામ ચોક, મવડી ખાતે આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના નાં સમર્પિત કાર્યકરો અને કારોબારી સભ્યોની મીટીંગ મળી હતી જેમાં બહુમતી થી જિજ્ઞેશભાઇ કાલાવડિયા ની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી અને તેમને સંગઠન ની સંરચના માટે આગળનાં દિવસોમાં કાર્યવાહી કરવાની સત્તા આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં આંતરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા દરેક રાજ્ય માં પ્રદેશ, જિલ્લા, તાલુકા અને ગ્રામ સમિતિ અને હોદેદારો ની વરણી કરવામાં આવશે તેવી બેઠકના અંતે નિર્વાચિત અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.