આપણું મન તો વંશપરંપરાગત અને સ્વોપાર્જિત પ્રકૃતિ પ્રમાણે જ અનેક દિશાઓમાં, વાસનાઓમાં તૃષ્ણાઓમાં કામનાઓમાં આશાઓમાં અપેક્ષાઓમાં નિરંતર ધૂમતું હોય છે. તેને ધ્યાનની આંતર સાધના દ્વારા સ્થિત કરવાનું તેને શાંત કરવાનું શુધ્ધ કરવાનું અહમથી મુક્ત કરવાનું અને તેને નિર્મળ કરવું તેને સત્યમાં સ્થિત કરવું સત્ય ધર્મ યુક્ત બનાવવું, શુધ્ધ બુધ્ધિ યુક્ત કરવું, આત્મ યુક્ત કરવું, અંતકરણ યુક્ત કરવું, પરમ જ્ઞાન યુક્ત કરવું, સમજણ યુક્ત કરવાનું છે. આમ મનને કેળવવું અઘરૃં છે, કારણ કે ખૂબ જ ચંચળ છે, જકી છે, પોતાની જડતા છોડવા તૈયાર નથી પણ ધીરજથી અને ધૈર્યથી સમજ સાથે જો મન સાથે કામ લેવામાં આવે તો તે જરૂર આજ્ઞાકારી બને છે, પણ તેની સાથે સમજપુર્વક કામ લેવું પડે છે અને ધીરજ ધરવી જ પડે છે.

ધ્યાનની સાધનામાં ધ્યાનસ્થ થઈ જવું એટલે કોઈ અગમ્ય દુનિયામાં મનની કોઈ ગૂઢ અવસ્થામાં મનને પહોંચતું કરવું તેવું નથી કે સમાધિ દ્વારા કોઈના દર્શન થઈ જશે અને આપણો ઉધ્ધાર થઈ જશે એવું પણ નથી. કંઈક પદાર્થ મળી જશે તેવું પણ નથી પરંતુ મનની ચંચળતા, અધીરાઈ બહાર ઓખર કરતું મન મટે અને મન સ્થિત નિશ્ચલ થઈ જાય જેથી પ્રકૃતિજન્ય બધા જ આવેગોનું શમી જવું અને મનનું એક પરમ શાંત જાગૃત ચિંતન મનન અવસ્થામાં સદાય વહેતું રહેવું તેવી ધ્યાનસ્થ અવસ્થા એટલે પરમ શાંત ચિતનાવસ્થા આ કોઈ ગૂઢ મૌન અવસ્થા નથી, પણ આંતર ધ્યાન એટલે એકાગ્ર ચિંતન અને શુધ્ધ મનન અવસ્થામાં વહેતું રહેવું તેથી ધ્યાનસ્થ અવસ્થા એટલે શાંત પ્રસન્ન જાગ્રત ચિંતાનાવસ્થા કોઈ ગૂઢ મૌન અવસ્થા હરગિજ નહિ ટુંકમાં ધ્યાન એટલે એકાગ્ર ચિંતન અને મનન છે અને અંતકરણના સત્યમાં સ્થિત. એનું નામ ધ્યાનની સફળતા છે. આમ ધ્યાન દ્વારા ચિંતન ઘણું ઊડું હોય છે. બાહ્ય લક્ષણોથી પ્રમાણપત્ર નથી અપાતું કઈ વૃતિ કેવી સાવધાની કેટલી અહકાર શૂન્યતાથી કામ કરે છે. તે આતર ધ્યાન દ્વારા જાણી શકાય છે.

આંતર શુધ્ધ ભાવ સાથેના ધ્યાન દ્વારા મનમાં ઉપજતા બધા જ આવેશમય ભાવોને ઓગાળી એટલે કે તેને સમજી જાણીને મનને શૂન્યાવસ્થા સહજ ભાવસ્થ કરવું મન સંપુર્ણ સહજ ભાવસ્થ સ્થિત ભાવસ્થ થયા પછી મનમાં જે એકાગ્ર ચિંતન સત્યનું ચાલતું હોય તે તેની મહત્તમ કક્ષાએ પહોંચીને તે પણ વિલય થઈ જાય તેવી મનની અવસ્થા આવે છે. જેને અમન અવસ્થા કહેવાય છે. આ આપણી નિંદ્રા અવસ્થા નથી પણ પરમ ચેતનાની, પ્રજ્ઞાની જાગૃત અવસ્થા છે. સાક્ષી ભાવમાં સ્થિરતા છે અને જીવનની સર્વજ્ઞાતા છે, સમ્યક જ્ઞાન છે.

આ અવસ્થામાં સંસારત્વ સ્વાર્થ લાભ લોભ તૃષ્ણા કામના વાસના, માંન પ્રતિષ્ઠા, મોહ આંતર દ્વદ્વ બધું ટોટલી લુપ્ત થઈ જાય છે. અને રહે છે અંધકાર શૂન્યતા એટલે હુંનો જ નાશ થઈ જાય છે. બચે છે માત્ર પરમ તત્વ પરમાત્મા અવસ્થા તેવી ધ્યાન દ્વારા અવસ્થા થઈ જ જાય છે અને પરમાત્મ સ્વરૂપતા ધારણ કરે છે અને રહે છે માત્ર એકાસ્તિત્વનો જ ભાવ રહે છે.આમ અંતે ધ્યાન દ્વારા જ શરીર અને મનના બધા જ ગુણો અને ગુણ વિભાગો સરી જ પડે છે. આજ આ આંતર ધ્યાનની સિધ્ધી અને આધ્યાત્મિક સાધનાની સિદ્ધી છે અને રહે છે બાકી એક નિર્ગુણ નિરાકાર ભાવ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ અને પરમ જ્ઞાનમય અવકાશ સ્વરૂપ શૂન્ય ભાવસ્થ એવો પરમ ભાવ જ બાકી રહે છે.આનું નામ છે પરમાત્મા સ્વરૂપતા સત્યનો અનુભવ અનુભૂતિ કરેલ સર્વજ્ઞાતા પ્રાપ્ત થતા જ આમ ધ્યાનની સાધના દ્વારા હું અને બીજું એવો ભાવ જ સમાપ્ત થઈ જાય છે. જીવમાં સતત ધ્યાનની આંતર સાધનાનું આ અમૃત ફળ છે.