૧૭ સપ્ટેમ્બર નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૃ. ૧૦ લાખ કરોડ

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૭ સપ્ટેમ્બર સુધી નેટ ડાયરેક્ટ કલેક્શન ૧૬.૧૨ ટકા વધીને ૯.૯૫ લાખ કરોડ રૃપિયાથી વધુ રહ્યું છે.બુધવારે જારી સત્તાવાર આંકડાઓ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી  ૨.૦૫ લાખ કરોડ રૃપિયાથી વધુના રિફંડ જારી કરવામાં આવ્યા છે. જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૫૬.૪૯ ટકા વધારે છે.એક એપ્રિલથી ૧૭ સપ્ટેમ્બરની વચ્ચે નેટ પર્સનલ ઇન્કમ ટેક્સ (પીઆઇટી) કલેક્શન ૧૯ ટકા વધીને ૫.૧૫ લાખ કરોડ રૃપિયા થઇ ગયો છે. કોર્પોરેટ ટેક્સ કલેક્શન ૧૦.૫૫ ટકા વધીને ૪.૫૨ લાખ કરોડ રૃપિયાથી વધારે થઇ ગયો છે.

સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ (એસટીટી)ની આવક ૨૬,૧૫૪ કરોડ રૃપિયા રહી છે. રિફંડ ઉમેરવામાં આવ્યા પછી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી પીઆઇટી અને  કોર્પોરેટ ટેક્સનું નેટ કલેક્શન ૯,૯૫,૭૬૬ કરોડ રૃપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૬.૧૨ ટકા વધારે છે.એડવાન્સ ટેક્સ કલેક્શન ૨૨.૬૧ ટકા વધીને ૪.૩૬ લાખ કરોડ રૃપિયા થઇ ગયું છે. પીઆઇટી એડવાન્સ ટેક્સ કલેક્શનમાં ૩૯.૨૨ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે કોર્પોરેટ ટેક્સમાં ૧૮.૧૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૨.૦૧ લાખ કરોડ રૃપિયા રહ્યું છે જે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૨૧.૪૮ ટકાની વૃદ્ધિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *