ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહમાં ફરી મોટાપાયે ખરીદદાર બન્યા સાથે આજે સપ્તાહની શરૂઆતે ઉછાળે નફારૂપી વેચવાલી સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ખરીદદાર રહેતાં સેન્સેક્સ, નિફટીમાં નવી ઊંચાઈનો ઈતિહાસ રચાયો હતો. યુ.એસ. ફેડરલ રિઝર્વની ચાલુ સપ્તાહમાં ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરના વ્યાજ દર મામલે મળનારી મીટિંગ પર વિશ્વની નજર હોઈ આ વખતે ૦.૨૫ ટકા વ્યાજ દર ઘટાડો નક્કી મનાઈ રહ્યો હોઈ પોઝિટીવ સેન્ટીમેન્ટે શેરોમાં આકર્ષણ જળવાયું હતું. જેમાં પણ ભારતીય શેર બજારોમાં આજે બજાજ હાઉસીંગ ફાઈનાન્સના શેરનું ધમાકેદાર બમણાથી વધુ ભાવે લિસ્ટિંગ થયાના આકર્ષણે સેકન્ડરી માર્કેટમાં રોકાણકારો શેરોમાં ખરીદદાર રહ્યા હતા. પાવર-કેપિટલ ગુડઝ શેરો, બેંકિંગ, મેટલ શેરોમાં આકર્ષણે ઈન્ટ્રા-ડે સેન્સેક્સે ૮૩૧૮૪.૩૪ અને નિફટી ૫૦ ઈન્ડેક્સ ૨૫૪૪૫.૭૦ નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો હતો. અંતે સેન્સેક્સ ૯૭.૮૪ પોઈન્ટ વધીને ૮૨૯૮૮.૭૮ અને નિફટી ૫૦ સ્પોટ ૨૭.૨૫ પોઈન્ટ વધીને ૮૨૯૮૮.૭૮ બંધ રહ્યા હતા.
અદાણી શેરોમાં તેજી : અદાણી ગ્રીન રૂ.૧૩૭ વધીને રૂ.૧૯૨૫ : અદાણી પાવર રૂ. ૩૨ વધીને રૂ.૬૬૬અદાણી દ્વારા મહારાષ્ટ્રને ૬૦૦૦ મેગાવોટ વીજળી સપ્લાય કરવાના કરાર કર્યાના આકર્ષણે અદાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં આજે પાવર શેરોમાં ફંડોની મોટી ખરીદી થઈ હતી. અદાણી ગ્રીન એનજીૅ રૂ.૧૩૭.૧૫ વધીને રૂ.૧૯૨૫, અદાણી પાવર રૂ.૩૨.૪૫ વધીને રૂ.૬૬૬ રહ્યા હતા. આ સાથે અન્ય પાવર શેરોમાં એનટીપીસી રૂ.૯.૮૦ વધીને રૂ.૪૧૧.૦૫, ભેલ રૂ.૫.૧૫ વધીને રૂ.૨૬૯.૪૫, એનએચપીસી રૂ.૧.૮૫ વધીને રૂ.૯૬.૧૮, સુઝલોન એનજીૅ રૂ.૧.૫૮ વધીને રૂ.૮૪.૭૦, એબીબી ઈન્ડિયા રૂ.૮૦.૩૫ વધીને રૂ.૭૭૬૭.૮૦ રહ્યા હતા. બીએસઈ પાવર ઈન્ડેક્સ ૧૫૮.૪૩ પોઈન્ટ વધીને ૮૩૭૦.૬૨ બંધ રહ્યો હતો. કેપિટલ ગુડઝ શેરોમાં થર્મેક્સ રૂ.૩૦૮.૩૦ ઉછળી રૂ.૫૦૩૫.૫૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯.૩૫ વધીને રૂ.૭૫૬.૫૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૮.૭૦ વધીને રૂ.૩૬૬૨.૪૫, એબીબી ઈન્ડિયા રૂ.૮૦.૩૫ વધીને રૂ.૩૬૬૨.૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૦૩.૭૬ પોઈન્ટ વધીને ૭૩૦૫૭.૭૭ બંધ રહ્યો હતો.
જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૭ વધીને રૂ.૯૭૧ : હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ, કોલ ઈન્ડિયામાં આકર્ષણ
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. ચાઈના અને વિયેતનામથી થતી કેટલીક સ્ટીલ પ્રોડક્ટસ પરની એન્ટિ-ડમ્પિંગ ડયુટીની મુદ્દત લંબાવવામાં આવતાં પોઝિટીવ અસરે પસંદગીના સ્ટીલ, મેટલ શેરોમાં ખરીદી રહી હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૬.૫૦ વધીને રૂ.૯૭૦.૯૫, હિન્દાલ્કો રૂ.૧૦.૭૫ વધીને રૂ.૬૮૩.૯૦, જિન્દાલ સ્ટીલ રૂ.૯.૩૦ વધીને રૂ.૧૦૪૦.૯૦, કોલ ઈન્ડિયા રૂ.૩.૪૦ વધીને રૂ.૪૯૩.૫૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૦૮.૭૬ પોઈન્ટ વધીને ૩૨૦૯૨.૨૨ બંધ રહ્યો હતો.
ફાઈનાન્સ શેરોમાં મજબૂતી : એમસીએક્સ, એન્જલ વન, અરિહંત કેપિટલ, એક્સિસ બેંકમાં આકર્ષણ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ બજાજ હાઉસીંગ ફાઈનાન્સના ધમાકેદાર લિસ્ટિંગના આકર્ષણે પસંદગીની ખરીદી કરી હતી. એક્સિસ બેંક રૂ.૧૩.૮૦ વધીને રૂ.૧૨૩૧.૫૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૧.૮૦ વધીને રૂ.૧૨૬૨.૩૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૧.૮૫ વધીને રૂ.૧૮૩૨.૨૦ રહ્યા હતા. ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં ઓસ્વાલ ગ્રીનટેક રૂ.૧૧.૧૮ વધીને રૂ.૬૭.૦૯, અરિહંત કેપિટલ રૂ.૧૦.૫૬ વધીને રૂ.૧૧૭.૫૦, ઉગ્રો કેપિટલ રૂ.૧૫ વધીને રૂ.૨૫૬.૪૫, જીઓજીત ફિન રૂ.૮.૮૫ વધીને રૂ.૧૭૧, એમસીએક્સ ઈન્ડિયા રૂ.૨૮૮.૩૦ વધીને રૂ.૫૫૯૩.૯૦, એન્જલ વન રૂ.૧૨૮.૪૫ વધીને રૂ.૨૫૮૧.૧૫ રહ્યા હતા. બજાજ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૭૦ ઈસ્યુ ભાવ સામે આજે પ્રીમિયમે રૂ.૧૫૦ ભાવે લિસ્ટ થયા બાદ અંતે ૧૩૬ ટકા વધીને રૂ.૧૬૫ બંધ રહ્યો હતો.
બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ પ્રોફિટ બુકિંગે ઘટયા : હિન્દ યુનિલિવર, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ ઘટયા
સેન્સેક્સ શેરોમાં આજે બજાજ હાઉસીંગ ફાઈનાન્સના શેરના ધમાકેદાર લિસ્ટિંગ સાથે બજાજ ટ્વિન્સ કંપનીઓમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. બજાજ ફાઈનાન્સ રૂ.૨૫૪.૯૦ ઘટીને રૂ.૭૩૪૨.૧૦, બજાજ ફિનસર્વ રૂ.૩૫.૭૦ ઘટીને રૂ.૧૮૫૮.૦૫ રહ્યા હતા. હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૬૭.૪૫ ઘટીને રૂ.૨૮૬૬.૫૦, ટાઈટન કંપની રૂ.૨૯.૭૦ ઘટીને રૂ.૩૭૩૭.૯૫, એશીયન પેઈન્ટસ રૂ.૨૪.૩૦ ઘટીને રૂ.૩૩૩૪.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૧૦ ઘટીને રૂ.૭૮૫.૪૫ રહ્યા હતા.
ગોડફ્રે ફિલિપ રૂ.૮૯૭ ઉછળી રૂ.૮૨૨૧ : ગેલેક્સી સર્ફેકટન્ટ, ગ્લોબલ સ્પિરીટ, ડિક્સન ઉછળ્યા
એ ગુ્રપના આજે પ્રમુખ અન્ય વધનાર શેરોમાં ગોડફ્રે ફિલિપ રૂ.૮૯૭.૩૦ ઉછળીને રૂ.૮૨૨૧.૦૫, ગેલેક્સી સર્ફેકટન્ટ રૂ.૨૭૯ વધીને રૂ.૩૩૦૪.૨૦, ગ્લોબસ સ્પિરીટ રૂ.૧૦૦.૪૦ વધીને રૂ.૧૩૨૧.૧૫, સૂર્યા રોશની રૂ.૪૮.૬૫ વધીને રૂ.૬૯૩.૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૯૬૦.૨૫ વધીને રૂ.૧૩,૯૮૧.૬૫, કેઆરબીએલ રૂ.૧૭.૮૫ વધીને રૂ.૩૨૨, લોઈડ્સ એન્જિનિયરીંગ રૂ.૫.૫૧ વધીને રૂ.૮૨.૫૯ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વ્યાપક તેજીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૪૭૭ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજી સાથે સાથે ફંડો, ખેલંદાઓએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં અને એ ગુ્રપના પસંદગીના શેરોમાં લેવાલી જાળવતાં માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૦૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૫૧ અને ઘટનારની સંખ્યા ૧૯૫૭ રહી હતી.
FPIs/FIIની રૂ.૧૬૩૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૭૫૪ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૧૬૩૪.૯૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૮૬૧૭.૧૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૨૫૨.૦૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૭૫૪.૦૯ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૧.૭૬ લાખ કરોડ વધીને રૂ.૪૭૦.૪૭ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજી સાથે પસંદગીના એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપના તેજી જળવાતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં રૂ.૧.૭૬ લાખ કરોડ વધીને રૂ.૪૭૦.૪૭ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું.