અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થ ૪૦૦ વરસ જુના મંદરમાં લગ્ન કરી લીધા છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને જણાવ્યું છે. માર્ચ મહિનામાં તેમણે સગપણ કરી લીધું હતું. બન્ને જણા ત્રણ વરસથી ડેટ કરી રહ્યા હતા. અદિતી અને સિદ્ધાર્થે સાઉથ ઇન્ડિયન વિધીથી પ્રભુતામાં પગલાં પાડયા છે. પરિવારજનો તેમજ ખાસ મિત્રોની હાજરીમાં તેમણે લગ્ન કર્યા હતા. અદિતી રાવ હૈદરીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને સાથે લખ્યું હતું કે, તુ મારો સૂર્, મારો ચંદ્ર અને મારો સિતારો છો. પરી કથાઓની માફક તારો સાથ રહે. હંમેશા હસતો રહેજે તું કદી મોટો થતો નહીં. લવ, લાઇટ અને મેજિક જાળવી રાખજે.મિસસિસ એન્ડ મિસ્ટર અદૂ-સિદ્ધુ.અદિતી અને સિદ્ધાર્થની મુલાકાત ફિલ્મ મહા સમુદ્રમના સેટ પર ૨૦૨૧માં થઇ હતી. અને તે જ વરસથી તેમણે ડેટ કરવાનું શરૂ કરી લીધું હતું.