દોબારા દોબારા-અલતાફ પટેલ
નકલી નકલી સા લગને લગા હે યે ઝમાના
દિખાવે કા કિતના બઢ ગયા હે ફસાના
દેખાડાની ગતિ એટલી ભારી બનતી જાય છે કે તેને કોઈ બ્રેક મારી શકે તેમ નથી. અશ્રુ લુછીને પણ ઉછીનું વસાવવાની હોડ જામી છે. ઉત્પાદકો માટે ઘી કેળા. દેવું કરીને પણ નેવું ટકા લોકો ગાડીઓ બંગલાઓ વસાવી રહ્યા છે. બેંકના હપ્તા ભરતા ભરતા હાંફી જાય એટલે લાપતા પણ થઈ જાય. ઈજ્જતના કાંકરા થાય પણ લિજ્જત છોડે એ બીજા. સમાજમાં દેખાડાની આ બીમારીએ માજા મૂકી છે. ભ્રષ્ટાચારના વ્યાપ પાછળ ઘરના લોકોની માગણીઓ પણ જવાબદાર ખરી. માબાપના પૈસે તાગડધીન્ના કરવાની યુવાનોને ફાવટ આવી ગઈ છે. યુવાનો વ્યસન તરફ દોરાઈ રહ્યા છે.જીન્કે પાસ નહિ હોતા ઈસ દુનિયામે… વો સબસે જ્યાદા દિખાવા કરતે હેજે પાસે હોય તેનાથી રાજી રહેનાર, કોઈ જોષીને બતાવશો તો એ પણ કહેશે સંતોષી જીવ ભાગ્યે જ દુખી હોવાના, પણ પાસે નથી ને દેવું કરીને દેખાડો કરનારા એવો ખાડો બનાવે છે કે તેમાં એમને જ પડવાનો વારો આવવાનો.
યે બાત હંમેશા યાદ રખના સિર્ફ દુનિયાકો
દિખાને કે લિયે અચ્છા બનના બુરે બનને સે ભી બુરા હે
પોતાની છાપ લોકોમાં ઉભી કરવામાં જે લોકો સમય અને નાણાની બરબાદી કરે છે એમની યાદી બહુ મોટી છે. લોકો જાણી જ જાય છે કે બંદાના કેવા તેવર છે. હાથે કરીને અપમાનિત થવાની નીતિ મૂર્ખતા છે. મુર્ખ લોકોથી આ ધરા ખદબદે છે.અસહ્ય મોંઘવારીમાં દેખાવો કરીને જીવતા જનો આખા કુટુંબને પાયમાલી તરફ દોરી જાય છે. સ્વસ્થ જીવન જીવવું હોય તો અસ્તવ્યસ્ત થવાની શી જરૂર ?જો દિખાવે સે દુર રહા વો કભી મજબુર નહિ હોતાઅલતાફ કામયાબ વો હી હોતા હે જિસમેં ગુરુર નહિ હોતા.