જોકે અભિનેત્રીએ આ વાતને પાયાવિહોણી ગણાવી.
ઇશા કોપીકર ફિલ્મોમાં જોવા મળી નથી મળી રહી. તેવામાં તેને બિગ બોસ ૧૮નો હિસ્સો બનવા માટે ઓફર થઇ હોવાની ચર્ચા છે. જોકે અભિનેત્રીએ આ વાતને પાયાવિહોણી ગણાવી છે. ઇશા કોપીકરે આ સમાચારનો સ્ક્રીન શોટ શેર કરીને જણાવ્યું હતુ ંકે, તે બિગ બોસ ૧૮નો હિસ્સો બનવાની નથી. આ માત્ર અફવા છે. થોડા સમય પહેલા ઇશા કોપીકરે પોતાની સાથે થયેલો કાસ્ટિંગ કાઉચનો કડવો અનુભવ શેર કર્યો હતો. તેની સાથે એક ટોચના અભિનેતાએ દુર્વ્યવહાર કર્યાનું જણાવ્યું હતું. જોકે અભિનેત્રીએ એ ટોચના અભિનેતેના નામની સ્પષ્ટતા કરી નહોતી. તેથી જ ઇશાને બિગ બોસના સર્જક પોતાના શોમાં લેવા ઇચ્છતા હશે તેવી અટકળ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ઇશા કોપીકરે કૃષ્ણા કોટજે,ક્યા કૂલ હૈ હમ અને એક વિવાહ ઐસા ભી તેમજ અન્ય ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે તે લાંબા સમયથી મનોરંજન ઇન્ડસ્ટ્રીથી દૂર છે.