વિક્રાંત મેસીની 12વી ફેઈલ ફિલ્મને બેસ્ટ ફિલ્મ એવોર્ડ

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં નામ ચમક્યું. જ્યારે કાર્તિક આર્યનને ચંદૂ ચેમ્પિયન માટે બેસ્ટ એકટરનો એવોર્ડ.

હાલ મેલબર્નમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેમાં વિક્રાંત મેસીની ૧૨ વી ફેલ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જ્યારે કાર્તિક આર્યને ચંદુ ચેમ્પિયન માટે બેસ્ટ એકટરોનો એવોર્ડ મળ્યો છે. તેમજ દિગ્દર્શક કિરણ રાવને લાપતા લેડીઝ માટસ્બેસ્ટ ફિલ્મ ફિલ્મ ક્રિટિક્સ ચોઇસએવોર્ડ અને ડંકી સિનેમાએ ઇક્વોલિટી એવોર્ડ જીત્યો છે. તેલુગુ એકટર રામ ચરણને ભારતીય કલા અને સંસ્કૃતિ માટે એવોર્ડ આપવામાં ાવ્યો જ્યારે સંગીતકાર એ. આર. રહેમાનને સિનેમામાં બેસ્ટ પરફોર્મન્સ માટે પુરસ્કારથી નવાજીત કરવામાં આવ્યો. આઇએફએફએમ ૧૫ ઓગસ્ટના રોજથી શરૂ થઇ ગયો છે. જેમાં ઘણી ફિલ્મો એને વેબ સીરીઝને સમાવામાં આવી છે. ફિલ્મ ઉપરાંત વેબ સીરીઝોને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *