વૈભવી પ્રોપર્ટીમાં 37 કરોડ રૂપિયાનું રોકાણ. શાહરૂખ અને ગૌરી શરૂઆતમાં અહીં રહેતાં હતાં, બે ફલોર પહેલેથી તેમની માલિકીના છે.
શાહરુખના પુત્ર આર્યને દિલ્હીના પંચશીલ પાર્કમાં એક બિલ્ડિંગમાં ૨૭ કરોડમાં બે ફલોર ખરીદ્યા છે. આ જ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોર શાહરુખ તથા ગૌરીની માલિકીના છે. શાહરુખ અને ગૌરીએ તેમના સહજીવનનો પ્રારંભિક સમય અહીં વિતાવ્યો હતો. શાહરુખે ૨૦૦૧માં ૧૩ કરોડમાં આ પ્રોપર્ટી ખરીદી હતી. હાલ આ પ્રોપર્ટીની કિંમત આશરે ૨૦૦ કરોડ રુપિયા આંકવામાં આવે છે. કોવિડ વખતે શાહરુખે આ પ્રોપર્ટી ભાડે આપી દીધી હતી. આર્યન ખાન પિતાના પગલે એક્ટર બનવા માગતો નથી પરંતુ તે ફિલ્મ દિગ્દર્શક તરીકે કામ કરવાનો છે. તેનો પહેલો ઓટીટી પ્રોજેક્ટ ‘સ્ટારડમ’ હાલ નિર્માણાધીન છે. આર્યન પહેલાં તેની બહેન સુહાના પણ અલીબાગમાં પ્રોપર્ટી ખરીદી ચૂકી છે.