મેષ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. ધંધામાં સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ લાવી શકો.
વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
મિથુન: કોર્ટ-કચેરીના કામમાં આપે ધીરજ અને શાંતિ રાખવા પડે. સાસરીપક્ષ-મોસાળપક્ષે ચિંતા દોડધામ ખર્ચ જણાય.
કર્ક : આપના કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. આપના કામની કદર-પ્રશંસા થાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
સિંહ : જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા મળી રહે. મિત્રવર્ગનો સાથ સહકાર મળી રહે. કામનો ઉકેલ આવતા રાહત થાય.
કન્યા : આપના કામમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ભાઈ ભાંડુ વર્ગનો સહકાર મળી રહે.
તુલા : આપને કામમાં પ્રતિકૂળતા રહે. વધુ પડતી દોડધામ, શ્રમ, કામના દબાણ-તણાવને લીધે તબીયતની અસ્વસ્થતા જણાય.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
ધન : આપના કામમાં પ્રારંભીક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં ખર્ચ રહે.
મકર : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાનીમાં ઘટાડો થાય.
કુંભ : ઘરે રહે તો નોકરી-ધંધાની ચિંતા રહે અને નોકરી-ધંધે જાવતો ઘર-પરિવારની ચિંતા સતાવ્યા કરે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
મીન : આપના કામમાં ઉપરી વર્ગ- સહકાર્ય કરવર્ગ- નોકર- ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.