મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઉકેલ ઝડપથી લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.

વૃષભ : દિવસના પ્રારંભથીજ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. ઘર-પરિવાર-મિત્રવર્ગ-સગા સંબંધીવર્ગનું કામકાજ રહે.

મિથુન : આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. નોકરી-ધંધાના કામ માટે બહાર કે બહારગામ જવાનું થાય. મિલન-મુલાકાત થઈ શકે.

કર્ક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ-ગેરસમજમાં  મનદુ:ખથી સંભાળવું પડે.

સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત રહે. સંસ્થાકીય કામ અંગે, જાહેરક્ષેત્રના કામ અંગે દોડધામ-શ્રમ જણાય.

કન્યા : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. જો કે આપના કામનો ઉકેલ આવતા રાહત રહે.

તુલા : આપની બુધ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

વૃશ્ચિક : નોકરી-ધંધો જાય તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહોતો નોકરી ધંધાની ચિંતા આપને રહ્યા કરે. જમીન-વાહનના કામમાં રૂકાવટ રહે.

ધન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગ મદદરૂપ થાય. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. આનંદ રહે.

મકર : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સાથ મળી રહે. કામનો ઉકેલ આવતો જાય.

કુંભ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. મહત્વના કામનો ઉકેલ આવે. મિલન-મુલાકાતથી આનંદ રહે.

મીન : બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. કોર્ટ-કચેરીના કામમાં વાણીની સંયમતા રાખવી.