મેષ : આયાત, નિકાસના કામમાં દેશ-પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. ધંધામાં આવક થાય.
વૃષભ : બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. સામાજિક વ્યવહારિક કામમાં સાવધાની રાખવી.
મિથુન : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સાથ-સહકાર મળી રહે.
કર્ક : રાજકીય સરકારી કામકાજમાં હરિફ વર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ રહે.
સિંહ : સંતાનના પ્રશ્ને આપને વ્યસ્તતા-ખર્ચ જણાય. મહત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ ન કરવી. પરદેશના કામ થાય.
કન્યા : ઘર પરિવારની ચિંતાના લીધે નોકરી-ધંધામાં મન લાગે નહીં. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં ધીરજ રાખવી.
તુલા : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ નોકર ચાકર વર્ગ મદદરૂપ થવામાં પ્રયાસ કરો. અડોશ-પડોશનું કામ રહે.
વૃશ્ચિક : કૌટુંબિક-પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધધામાં આકસ્મિક ઘરાકીથી લાભ ફાયદો રહે.
ધન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. મહત્ત્વના કામનો ઉકેલ આવે. હર્ષ-લાભ રહે.
મકર : દિવસના પ્રારંભથી જ કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ખર્ચ જણાય.
કુંભ : આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સીઝનલ ધંધામાં આવક જણાય.
મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને જમીન-મકાન-વાહનના કામ થાય.