ફિલ્મ વિરોધાભાસી રિવ્યૂઝ વચ્ચે રીલિઝ થઈ.સરફિરાના પ્રમોશન માટેના પ્રવાસ દરમિયાન જ ચેપ લાગી ગયો હોવાની અટકળ.
અક્ષય કુમારની ફિલ્મ ‘સરફિરા’ રીલિઝ થવાના દિવસે જ તે કોવિડ પોઝિટિવ હોવાની વાત ફેલાઈ હતી. અક્ષય કુમાર આ કારણોસર આઈસોલેશનમાં હોવાનું કહેવાય છે. ચર્ચા મુજબ છેલ્લા કેટલાય દિવસોથી તેણે ‘સરફિરા’ના પ્રમોશન માટે સતત પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેને ક્યાંક ચેપ લાગી ગયો હોય તેવું બની શકે છે. અક્ષય કુમારની તબિયત છેલ્લા બે દિવસથી ખરાબ હતી. તેને અતિશય થાક લાગતો હતો. તેણે મેડિકલ ચેક અપ કરાવતાં તે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.જોકે, શુક્રવારની સાંજ સુધી અક્ષય કુમાર તરફથી અધિકૃત રીતે આ અંગે કશું જાહેર કરાયું ન હતું. મૂળ તમિલ ફિલ્મ ‘સૂરારાઈ પોટ્ટુરુ’ની હિંદી રિમેક ‘સરફિરા’ના મિક્સ્ડ રિવ્યૂ આવી રહ્યા છે. કેટલાક લોકોને હિંદી ફિલ્મ મૂળ ફિલ્મ કરતાં ઘણી નબળી લાગી છે. જોકે, કેટલાક સમીક્ષકોને અક્ષય કુમારનું કામ ગમ્યંા છે.