કરચોરી રોકવા માટે બજેટમાં આયાતકારો માટે ઈ-બેંક ગેરંટી યોજના રજૂ કરાશે

આગામી સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર કસ્ટમ સંબંધિત અસમાનતાઓને દૂર કરવા માટે કસ્ટમ નિયમોમાં ઘણા ફેરફારો કરવાની દરખાસ્ત કરી શકે છે. તેનો હેતુ અમુક છૂટછાટો ચાલુ રાખવા અને અનુપાલન વધારવાનો પણ હશે. સ્થિતિથી વાકેફ સુત્રોએ જણાવ્યું હતું કે દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, મુશ્કેલી વિના યોગ્ય પાલન સુનિશ્ચિત કરવા અને કરચોરીને રોકવા માટે કસ્ટમ્સમાં કેટલાક મહત્વપૂર્ણ પગલાંની ચર્ચા કરવામાં આવી છે.

સત્તાવાર સૂત્રોએ સંકેત આપ્યો છે કે કેન્દ્ર આવકની ચોરીને રોકવા માટે આયાતકારો માટે ઈલેક્ટ્રોનિક બેંક ગેરંટી અથવા ઈ-બેંક ગેરંટી રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે કેટલીક વસ્તુઓ પર ડયુટી માફી ચાલુ રાખવાની અને તબીબી સાધનો અને કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ જેવી કેટલીક વસ્તુઓ પર કસ્ટમ ડયુટી દરમાં ફેરફાર કરવાની પણ યોજના છે. 

ચાર્જ રિફંડ કરવાની પ્રક્રિયા સાથે સંબંધિત પગલાં અને ચાર્જિસના વિનિમય દરોની જાણ કરવા માટે લાગતો સમય ઘટાડવાની પણ ચર્ચા કરવામાં આવી છે.જો કસ્ટમ ડયુટીની રકમમાં તફાવત હોય તો, અધિકારીઓ જમા થવી જોઈએ તેટલી જ બેંક ગેરંટી માંગે છે. ગેરંટી મળ્યા પછી જ કન્સાઈનમેન્ટને કામચલાઉ મંજૂરી આપવામાં આવે છે. હાલમાં પેપર બેંક ગેરંટીનો વધુ ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે અધિકારીઓ માટે તેમના પર નજર રાખવી પડકારજનક બને છે. જેના કારણે સરકારને રેવન્યુમાં મોટું નુકસાન થાય છે.

જો કોઈ વેપારી પાસેથી ઓછો દર વસૂલવામાં આવે અને પછી ખબર પડે કે તેની પાસેથી ખરેખર વધારે દર વસૂલવામાં આવ્યો છે, તો તેણે સરકારને રકમ ચૂકવવી પડશે. આયાતકારો માટે પણ બેંક ગેરંટી મેળવવી સરળ નથી. તેમણે કહ્યું કે બેંકો કાર્યકાળ, આયાતકારનું જોખમ રેટિંગ અને રકમ વગેરેના આધારે બેંક ગેરંટી આપવા માટે પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *