T-20 વર્લ્ડ કપ બાદથી નતાશા સોશિયલ મીડિયા પર સતત એક પછી એક ચર્ચાસ્પદ પોસ્ટ શેર કરી રહી છે. આથી તેના અને હાર્દિકના અલગ થવાના સમાચાર સતત જોર પકડી રહ્યા છે. અભિનેત્રીની ગોળ ગોળ વાતનાં કારણે તેમના સંબંધોમાં ખટાશના સમાચાર ફરી આવવા લાગ્યા.
નતાશાએ શું કહ્યું કે ફરી ચર્ચાઓ શરુ થઈ?
નતાશા (Natasa Stankovic) એ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કહી રહી છે, ‘મારા મગજમાં એક વિચાર આવ્યો અને વિચાર્યું કે હું તેને તમારી સાથે શેર કરું. લોકો કેટલી ઝડપથી બીજાને જજ કરે છે. જજ કરતા પહેલા કંઈ વિચારતા જ નથી. જો કોઈ વ્યક્તિ તેના સ્વભાવ કરતા અલગ વર્તન કરી રહ્યું છે, તો તેની પરિસ્થિતિ શું હશે? સંજોગો શું હશે? તેઓ તેની પાછળ કંઈ વિચારતા નથી. બસ તેને જજ કરવાનું શરૂ કરી દે છે. તો હવેથી આવું ન કરીએ અને કોઈને પણ જજ કરતા પહેલા સમગ્ર પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ.’
ફરી શરુ થઈ છૂટાછેડાની અટકળો
નતાશાએ આ પોસ્ટમાં સ્પષ્ટ કંઈ કહ્યું નથી, પરંતુ લોકો આ વીડિયોને હાર્દિક (Hardik Pandya) અને તેના સંબંધો વિશે ચાલી રહેલી ચર્ચાઓ સાથે જોડીને રહ્યા છે. જો કે નતાશા ટી-20 વર્લ્ડ કપથી સતત આવી પોસ્ટ કરી રહી હોવાથી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પરંતુ હજુ સુધી બંનેએ આ સંબંધ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી. તેમજ હાર્દિકે પણ હજુ સુધી આ પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે હાલમાં અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં હાર્દિક એકલો જ પહોંચ્યો હતો. જે પછી છૂટાછેડાના સમાચાર ફરી આવવા લાગ્યા.