પ્રાર્થના

એક સ્કુલમાં નિત્યક્રમ મુજબ પ્રભુની પ્રતિમા સમક્ષ પ્રાર્થના દરરોજ સ્થાયી સમય પર સૌ કોઈ વિદ્યાર્થીઓ તેમના શિક્ષકના માર્ગદર્શન મુજબ કરતા હતા. અને પછી ભણવાનો ક્રમ થતો હતો. એકવાર આકાશવાણી થઈ પરમાત્મા કહેવા લાગ્યા, બાળકો તમે દરરોજ પ્રાર્થના કરો છો પણ સ્વિકારતો નથી તો બધા બાળકો નિરાશ થઈ ગયા, પરંતુ એક બાળક હસવા લાગ્યો, નાચવા લાગ્યો ને ભાવવિભોર થઈ ગયો તો બીજા બાળકો એ પૂછયું કે ભગવાન આપણી પ્રાર્થના સ્વિકારતા નથી છતાં તું આટલો ખુશ કેમ છે ?

બાળકે સુંદર મઝાનો જવાબ આપ્યો. હમારી પ્રાર્થના ખુદાને સ્વિકાર કીયા નહીં હૈ, લેકીન પ્રભુ કો ઇતના પતા તો ચલા કી હમારે લીયે યહ માસુમ બચ્ચે હરરોજ સુબહ પ્રાર્થના કરતે હૈ. ખુદાકી ઇતની હમારી પ્રાર્થના કી પહચાન તો હો ગઇ સ્વિકારે યા ના સ્વિકારે લેકીન ઉનકો ઇતના તો પતા ચલા ઇસલીયે મેં ખુંશ હું ઔર સભી બચ્ચે આનંદમે ભાવ વિભોર સે હસને લગે નાચને લગે. આપણે પણ રોજ ધ્યાન, જપ-તપ પૂજા પાઠ કરીએ આપણને ખ્યાલ નથી કે આ જે ધાર્મિક ક્રિયા કરીએ છીએ શું પ્રભુને ખબર હશે, અરે ભાઈ ભગવાન તો કણ કણમાં મોજુદ છે જ અને તેથી જ આપણને શાંતિ નો અહેસાસ થાય છે અહીં જે પણ ઘટના ઘટે છે તે તેની જાણ બહાર નથી જ સાહેબ. આપણે સૌ હૃદયપૂર્વક પૂર્ણ નિષ્ઠાપૂર્વક પ્રાર્થના પરમાત્માની મૂર્તિ સમક્ષ અર્પણભાવથી કરીએ, બત્રીસ પકવાન પ્રભુને ઘરીએ તો શું એ નહીં સ્વિકારે ? શબરીના ઐઠા બોર સ્વિકાર્યા જરૂર સ્વીકાર છે. મીરા, ગોપીની જેમ તન્મય થઈશું તો જરૂર પ્રભુ સ્વીકારશે. દ્રોપદીના સંકટ સમયે તેનો નાદ સાંભળ્યો તો જેનો જેવો ભાવ તેવો તેનો સ્વિકાર સાહેબ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *