બ્રાઝિલની એકટ્રેસ સાથે ડેટિંગની અફવાને સમર્થન. આર્યન અને લારીસા એક જ પાર્ટીમાં વારાફરતી એન્ટર થયાં.
શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન તથા બ્રાઝિલિયિન એકટ્રેસ લારીસા બોનેસીએ સાથે સાથે પાર્ટી મનાવી હોવાનું કેટલીક તસવીરો પરથી સ્પષ્ટ થયું છે. તે પરથી તેમના વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અફવાઓને બળ મળ્યું છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જણાય છે તેમ આ પાર્ટીમાં પહેલાં આર્યન દાખલ થયો હતો. તેના પછી થોડીવારમાં જ લારીસા પણ અહીં એન્ટર થઈ હતી. તે પરથી બંને સાથે હોવાનું સ્પષ્ટ થયું હતું. આર્યન અને લારીસા વચ્ચે અફેરની ચર્ચા છેલ્લા કેટલાક મહિનાઓથી થઈ રહી છે. આર્યન લારીસા તથા તેની માતાને પણ સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. બંને વચ્ચેનું સોશિયલ મીડિયા ઈન્ટરેક્શન પણ તેમની વચ્ચે રિલેશનશિપની સાક્ષી પૂરે છે.
લારીસાની માતા રેનાટા થોડા સમય પહેલાં મુંબઈ આવી હતી ત્યારે તેણે આર્યન ખાનને એક જેકેટ ગિફ્ટ કર્યું હતું. તે પરથી માનવામાં આવે છે કે રેનાટાએ પણ દીકરી સાથેના આર્યનના સંબંધને સ્વીકારી લીધો છે. ઉલ્લેખનીય છે કે આર્યન ખાન પિતાની જેમ એક્ટર બનવા માગતો નથી. તેને બદલે તે દિગ્દર્શક બનવા ઈચ્છે છે. તેની દિગ્દર્શક તરીકેની પહેલી ઓટીટી સીરિઝ ‘સ્ટારડમ’ ટૂંક સમયમાં રીલિઝ થવાની છે. બીજી તરફ બ્રાઝિલિયન એકટ્રેસ લારીસા કેટલીક હિંદી અને સાઉથની ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. અક્ષય કુમારની ફિલ્મ ‘દેશી બોયઝ’માં તેણે એક આઈટમ સોંગમાં કામ કર્યું હતું.